મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: બાબા રામદેવની દેશી બ્રાંડ પતંજલિને પણ હવે સ્પર્ધા અને GSTનો માર સહન કરવો પડ્યો છે. જેમાં ૨૦૧૭ -૧૮માં ૧૦ ટકા આવક ઘટીને ૮,૧૩૫ કરોડ થઇ અને નેટ પ્રોફિટ ૫૦ ટકા ઘટીને ૫૨૯ કરોડ રુપીયા થઇ ગયો છે અને GSTને કારણે પતંજલિને વિતરણમાં ઉભી થયેલી સમસ્યાને કારણે આ ખોટ આવી છે.

યોગ ગુરુ બાબા રામદેવની બ્રાંડ પતંજલિ આયુર્વેદનો નફો ઘણો ઘટી જવા પામ્યો છે. જેમાં મુખ્ય કારણ GST આવવાને કારણે વિતરણ વ્યવસ્થા અને મલ્ટી નેશનલ કંપીનીઓ ધ્વારા લોન્ચ કરવામાં આવેલ નેચરલ અને હર્બલ પ્રોડક્ટ્સ હોવાનું બહાર આવ્યું છે.  ફાઈનાન્સિયલ ડેટા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પતંજલિની આવક ૧૦ ટકા ઘટી ગઈ છે જે પેહલા ૯૦૩૦ કરોડ રૂપિયા હતી એ હવે ૮૧૩૫ કરોડ રૂપિયા થઇ ગઈ છે અને ૨૦૧૩ પછી પતંજલિના બિઝનેસમાં આ સૌથી મોટો ઉતાર છે. આ સાથે કંપનીના નફામાં પણ મોટી ખોટ આવી છે જે ૫૦ ટકા ઘટીને ૫૨૯ કરોડ રૂપિયા થઇ ગયો છે.

પતંજલિને GST આવવાને કારણે વિતરણ વ્યવસ્થામાં તકલીફ ઉભી થઇ છે આ ઉપરાંત પતંજલિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેઈન બનાવવામાં પણ નિષ્ફળ ગયું અને કંપનીના નફામાં મોટો ઉતાર આવ્યો એનું કારણ પ્રોફિટ બીફોર ઈંટરેસ્ટ, લીઝ, ડેપ્રીશેએશન અને ટેક્સમાં ઉતાર આવવાને કારણે થયું છે. પતંજલિને જયારે નફો ઘટ્યો છે. ત્યારે સામે પ્રતિસ્પર્ધા કરતી મલ્ટી નેશનલ કંપનીઓ  દ્વારા હર્બલ, આયુર્વેદિક અને નેચરલ પ્રોડક્ટ્સ બજારમાં લોન્ચ કરતા આ પરિણામ આવ્યું છે.

આ સાથે પ્રતિસ્પર્ધી કંપનીઓએ હવે પતંજલિના જવાબમાં માર્કેટમાં જગ્યા ઉભી કરી દીધી છે અને હવે ભારતીય બજારમાં પતંજલિનો પ્રભાવ ઘટી રહ્યો છે જે આંકડા જ બતાવે છે.