મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બાબા રામદેવે આજતકના એક કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન મોદી સરકારને ઘણી સલાહો આપી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ જો મોંઘવારીની આગને ન કાબુ કરી તો 2019માં તેમણે આ ઘણું મોંઘું પડશે.

તેમણે કહ્યું, અમે એવા કામ કર્યા જેથી દેશના લોકોને ફાયદો થાય. અમે કામ કર્યું જેથી ખેડૂતોને દૂધની વધુ કિંમત મળે અને દેશના લોકોને ઓછી કિંમત પર દૂધ મળે. તેનાથી પતંજલિને ફાયદો ચાહે 50 પૈસા હોય કે 1 રૂપિયો જ કેમ ન હોય.

મોંઘવારી મારમાં આપણે ડીઝલ-પેટ્રોલને સસ્તા નથી કરી શકતા કારણ કે તે સરકારના હાથમાં છે. અમારા હેઠળ જે છે તેને લોકોને ફાયદો પહોંચાડવા કામ કરી રહ્યા છીએ.

બાબા રામદેવએ કહ્યું, એ વાત સત્ય છે કે કેટલાક દિવસ પહેલા સુધી ક્રુડ ઓઈલના ભાવ નીચા સ્તર પર હતા, હાલ થોડા વધ્યા છે. તે છતાં પણ જો ટેક્સ ઓછો કરી દેવાય તો તેલના ભાવ ઓછા થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે આગ લાગી છે જો તેના ટેક્સ ખત્મ કરી દેવાય તો આજે પણ 40 રૂપિયામાં ડીઝલ-પેટ્રોલ મળી શકે છે.

પ્રધાનમંત્રી મોદી તમારી વાત તમામ સાંભળે છે, આ વાત પર તેમણે કહ્યું, તે જ કારણ છે કે હું આ ચેનલ શૉ દ્વારા મારી વાત તેમના સુધી પહોંચાડવા માગું છું. મોદીજી હાલ સલામત છે, ન તે બહેરા છે, ન તે ગુંગા છે, મને લાગે છે તે જરૂર સાંભળી રહ્યા છે. આજે પણ સાંભળતા હશે અને આગળ પણ સાંભળશે. 2019ના મહાસંગ્રામને બહુ સમય નથી. તે પહેલા તેમને મોંઘવારીની આગને કાબૂમાં લાવવી પડશે. નહીં તો તેમને આ આગ ઘણી મોંઘી પડશે.