મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ એક વાયરલ વીડિયો દ્વારા સમસ્થ દેશમાં રાતો રાત જાણિતા બની ગયેલા બાબા કા ઢાબા ચલાવનારા કાંતા પ્રસાદને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કહેવાઈ રહ્યું છે કે તેઓ ગત કેટલાક દિવસથી માનસિક તણાવથી પસાર થઈ રહ્યા હતા અને શુક્રવારે તેમણે ઉંઘની ગોળીઓ લઈ લીધી હતી.

ઉંઘની ગોળીઓ લીધા પછી તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. જે પછી તેમને સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાંતા પ્રસાદની હાલત હાલ સ્થિર હોવાની જાણકારીઓ મળી રહી છે. સફદરગંજ હોસ્પિટલના આઈસૂયુ યૂનિટ 2માં વેંટિલેટર પર છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગૌરવ નામના યૂટ્યૂબરે કાંતા પ્રસાદના બાબા કા ઢાબા પર વીડિયો બનાવી લોકોને તેની મદદ કરવા કહ્યું હતું. જે પછી રાતોરાત કાંતા પ્રસાદનું ઢાબુ ફેમસ થઈ ગયું હતું. પુરા દેશમાં લોકોએ તેમને આર્થિક રીતે સહાયતા આપી હતી.

Advertisement


 

 

 

 

 

તેમા થોડા દિવસો પછી કાંતા પ્રસાદ યૂટ્યૂબર પર જ ફ્રોડનો આરોપ લગાવ્યો છે. કાંતા પ્રસાદનું કહેવું હતું કે લોકોએ મદદ જે કરી તે રૂપિયા ગૌરવના ખાતામાં મોકલાયા હતા તેમાંથી ઘણા બધા તેણે કાંતા પ્રસાદને આપ્યા નથી. જોકે બાદમાં તે બાબત માટે તેમણે માફી માગી હતી.

ત્યાં જ થોડા મહિનાઓ પછી કાંતા પ્રસાદે મદદના રૂપિયા સાથે પોતાની રેસ્ટોરાં ખોલી હતી જે આ જ વર્ષે લોકડાઉનને પગલે બંધ થઈ ગઈ. ગત દિવસોમાં કાંતા પ્રસાદે વીડિયો નાખીને યૂટ્યૂબર ગૌરવથી માફી માગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.