મેરાન્યૂઝ નેટવર્ક.ઉત્તરપ્રદેશઃ યુપીમાં ગત અઢી વર્ષમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ દિવસ પુરા ઉત્તર પ્રદેશમાં એક પણ હત્યા, લૂંટ, અપહરણ, બળાત્કાર, ધાડ પડવા જેવી ઘટનાઓ ન બની હોય. ડીજીપી મુખ્યાલયના અધિકારીઓને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે પ્રદેશના 75 જિલ્લાઓમાં એક પણ આવી ઘટનાઓ ઘટી નહીં.

નિર્ણયને ધ્યાનમાં રાખી પોલીસે વ્યાપક તૈયારી કરી હતી. 8 નવેમ્બરની રાત્રી જ્યારે તેની જાણકારી થઈ કે આગામી સવારે 10.30એ નિર્ણય આવવાનો છે તો ડીજીપીથી લઈને પોલીસ સ્ટેશનના અને બીટ સ્તરની પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને મોર્ચો ખુદ ડીજીપી ઓપી સિંહએ સંભાળ્યો હતો.

તે સમયે ડીજીપી આગરામાં હતા. તેમણે ત્યાંથી અધિકારીઓને ફોન પર નિર્દેશ આપવાના શરૂ કરી દીધા. રાત્રે જ પોલીસની શક્તિને વધારી દેવામાં આવી. સોશ્યલ મીડિયા પર રાત્રીથી જ નજર રાખવાની શરૂ કરી દેવામાં આવી.

આઈજી કાયદા વ્યવસ્થા પ્રવીણ કુમાર અને સોશ્યલ મીડિયા સેલના એસપી મો. ઈમરાન પુરી રાત્રી ડીજીપી મુખ્યાલયમાં હાજર રહ્યા હતા. તેમની સાથે સોશ્યલ મીડિયા સેલમાં કામ કરનાર તમામ પોલીસ કર્મીઓએ સાયબર પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું.

પ્રદેશના એકીકૃત નિયંત્રણ કક્ષ યુપી 112 પર રાત્રે જ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર સ્થાપિત કરી દીધા હતા. એડીજી યુપી 112 અસીમ અરુણ ખુદ તેની પર નજર રાખી રહ્યા હતા. જોનવાર સ્થિતિ પર નિયંત્રણના માટે ડેસ્ક તૈયારી થઈ હતી અને જિલ્લા સ્તર પરરાતો રાત આ પ્રકારે નિયંત્રણ કક્ષ સ્થાપિત કરીને નજર રખાઈ રહી હતી. નિર્ણય વાળા દિવસે સીએમ યોગી આદિત્યનાથ ખુદ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરની કાર્ય પ્રણાલી જાણવા યૂપી 112 પહોંચ્યા હતા. આ પુરી કવાયતનું પરિણામ એ રહ્યું કે તે દિવસ ગુનાનો આંકડો શૂન્ય રહ્યો.

પ્રદેશમાં ગુના પર નિયંત્રણ અને નજર રાખવા માટે ડીજીપી મુખ્યાલયમાં કંટ્રોલ રૂમ છે. અહીં દરેક દિવસ ગુનાની સ્થિતિ, ઘટનાઓમાં શું કાર્યવાહી થઈ અને વિતેલા 24 કલાકમાં કઈ કઈ વારદાત બની તેના પર નજર રખાતી હતી.

9 નવેમ્બરની ઘટનાઓ માટે જ્યારે જોન સ્તરથી ડીજીપી મુખ્યાલયએ આંકડા ભેગા કરવાના શરૂ કર્યા તો દરેક જોનથી ગંભીર ગુનાના તમામ મામલાઓમાં આગળ શૂન્ય-શૂન્ય મળવા લાગ્યું. ડીજીપી મુખ્યાલયને એક વાર તો આ આંકડાઓ પર વિશ્વાસ જ ન થયો અને જિલ્લાઓને ચેક કરાવ્યા પછી આંકડા ફરી આપવા કહ્યું તો પણ આંકડા ઝીરો જ આવ્યા. તેનાથી દરેક અચંબામાં પડી ગયા હતા.