મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અયોધ્યા આંદોલનના શરૂ થતાં જ દેશના રાજકારણમાં ભાજપનો એક નવો ચહેરો ઊભરીને બહાર આવ્યો છે. રાજકારણમાં હિન્દુત્વના તાંતણાં વણીને ભાજપ લોકોના વચ્ચે જગ્યા બનાવવામાં લાગી ગઈ. અયોધ્યા આંદોલને ભાજપને ઘણા કોહીનૂર આપ્યા કે પછી એમ કહો કે દિગ્ગજોએ રામ મંદિર આંદોલન થકી દેશના રાજકારણમાં પોતાની જાતને સ્થાપિત કર્યા. તે જ નામોમાં એક નામ છે લાલકૃષ્ણ અડવાણી. ભાજપના પિતામહ જેમણે અવિભાજિત ભારતના સિંઘ પ્રાંતમાં 8 નવેમ્બર 1927એ જન્મ લીધો હતો. વિભાજન બાદ સિંઘ પ્રાંત પાકિસ્તાનનો હિસ્સો બન્યો. તે પછી અડવાણી પરિવાર મુંબઈ આવી ગયો હતો.

લાલકૃષ્ણના પિતાનું નામ કૃષ્ણચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાન દેવી હતું. તેમની પ્રારંભિક શિક્ષા પાકિસ્તાનના કરાંચીમાં થઈ હતી. તે પછી તેમણે સિંધ કોલેજમાં એડમિશન લીધું હતું. મુંબઈમાં અડવાણીએ કાયદાનું જ્ઞાન મેળવ્યું હતું.

અડવાણી 14 વર્ષની ઉંમરમાં સંઘ સાથે જોડાયા હતા. અયોધ્યામાં રામ મંદિર બને, તેને લઈને 1990માં ગુજરાતના સોમનાથથી રથ યાત્રા શરૂ કરાઈ હતી. તે આંદોલનમાં અડવાણીની ભૂમિકાએ ભાજપને એક નવું રૂપ આપ્યું છે. ભાજપમાં નંબર બેની હેસિયતથી રહેલા એલ કે અડવાણી તથા પાર્ટીની સલાહ પર ભાજપે રામ મંદિર નિર્માણના વચનોને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પ્રમુખતા આપી હતી. અડવાણી ખુલીને રામ મંદિર નિર્માણના સમર્થનમાં આવ્યા જેથી અસ્તિત્વના માટે ઝૂઝી રહેલી ભાજપ લોકસભામાં બેથી વધીને 86 સીટો સુધી પહોંચી શકી હતી.

આ ચૂંટણી જીતનો એક માત્ર પાયાનો પથ્થર હતી. ભાજપે લોકોની નસ હવે પારખી લીધી હતી. તે પછી ભાજપ અને અડવાણી પુરા દમથી આ આંદોલનને આખરી ઓપ આપવામાં લાગી ગયા અને તેને લઈને એક નવા અધ્યાયનો આરંભ થયો હતો. જે અધ્યાયનું નામ હતું... રથયાત્રા, જેની લાલકૃષ્ણ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તે માટે ગુજરાતના સોમનાથ મંદિરથી યાત્રા પ્રારંભ કરવા અને અયોધ્યામાં સમાપન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જે ક્રમમાં 25 સપ્ટેમ્બર 1990એ અડવાણીએ સોમનાથથી રથયાત્રા શરૂ કરી હતી. રથયાત્રા ઘણી ચર્ચિત રથયાત્રા બની ગઈ હતી. રથયાત્રા શરૂ થતાં જ અડવાણીનો નવો અવતાર થયો હતો જેણે તેમને હિન્દુત્વના નાયક બનાવી દીધા હતા.

અડવાણીને 30 ઓક્ટોબરે અયોધ્યા પહોંચવાનું હતું. અહીં તે કારસેવામાં શામેલ થવાના હતા. તે પહેલા તે ઉત્તર પ્રદેશ પહોંચતા બિહારનું રાજકારણ કોઈ અલગ જ રૂપ લઈ ચુક્યું હતું. બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અડવાણીની આ રથયાત્રાના વિરોધમાં હતા. રથયાત્રાના સમસ્તીપુર પહોંચતા જ 23 ઓક્ટોબરે તેમની ઘરપકડ કરી લેવાઈ હતી. તેમની એરેસ્ટનો આદેશ લાલુ યાદવનો હતો. રથયાત્રા સમાપ્ત થતાં થતાં ભાજપ દેશના રાજકારણમાં પોતાની છબી ઉપસાવી ચુકી હતી. 1991ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 120 સીટો મળી હતી. તેથી ભાજપનો રાજકીય પાયો નાખવામાં અડવાણીની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે.