મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરનો કાલે પાયાનો પત્થર મુકાશે, એટલે કે આવતીકાલે ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. હવે અજીબ સંયોગ કહો કે નિયતિ કહો આ ઐતિહાસિક ક્ષણે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી અયોધ્યાથી કિલોમીટરોના અંતરે હશે. તેઓ બાબરી ધ્વંસ કેસમાં પોતાની નિર્દોષતાના પુરાવા શોધી રહ્યા છે અને કાલે અયોધ્યામાં પાયાનો પત્થર મુકાઈ પણ જશે. જોકે મંદિર આંદોલનનો પાયો જે નેતાઓએ મુક્યો હતો તે કાલે ત્યાં નહીં હોય. હજુ સુધીની રિપોર્ટ અનુસાર અડવાણી, જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહની પણ આ કાર્યક્રમમાં શામેલ થવાની કોઈ સંભાવનાઓ નથી.

અડવાણી અને જોશી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમારંભમાં શામેલ થશે. કહેવાઈ રહ્યું છે કે કોરોના સંકટને લઈને તેમને સમારંભના સ્થળથી દૂર રાખવામાં આવ્યા છે. તે બંને નેતાઓની ઉંમર પણ વધુ છે જેથી તેમને જોખમ પણ વધુ હોવાથી આ નિર્ણય કરાયો છે.

અડવાણીએ શરુ કરી હતી રથયાત્રા

મંદિર નિર્માણ આંદોલન માટે ભાજપના તત્કાલીન અધ્યક્ષ અડવાણીએ 1990માં ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી હતી, પણ અડવાણીને બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે સમસ્તીપુર જિલ્લામાં ધરપકડ કરાવી લીધી હતી. જ્યારે ગત વર્ષે સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો ત્યારે અડવાણીએ તેના પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ મોટી વાત છે કે ઈશ્વરે તેમને આ આંદોલન સાથે જોડાવાની તક આપી હતી. અડવાણી જ એ શખ્સ હતા જેમની આગેવાનીમાં ભાજપે 1992 પછી સતત પ્રગતિ મેળવી હતી. પાર્ટીએ કેન્દ્રમાં દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના નેતૃત્વમાં સરકાર બનાવી એને અડવાણી નાયબ પ્રધાનમંત્રી બન્યા હતા. બાદમાં ભાજપમાં મોદી યુગ આવ્યા પછી અડવાણી ધીમેધીમે હાંસિયામાં ધકેલાતા ગયા અને હાલ તે પાર્ટીના માર્ગદર્શક મંડળમાં શામેલ છે.

જોશીએ આપી આંદોલનને ઝડપ

આંદોલન સમયે મુરલી મનોહર જોશી અડવાણી પછીના ભાજપના બીજા કદાવર નેતા માનવામાં આવતા હતા. તેમણે મંદિર આંદોલન માટે યોજનાઓ બનાવી અને તાકાત સાથે પાર્ટી માટે જમીન પર ઉતારી પણ, મંદિર આંદોલન સમયે નરેન્દ્ર મોદી અને જોશીની જુગલબંધીની તસવીરો આજે પણ ઘણી પ્રચલીત છે. જોકે જોશી પણ મંદિરના ભૂમિ પૂજનમાં સશરિર હાજરી આપી શક્શે નહીં. 2014 પછી જોશી ધીમે ધીમે પાર્ટીમાં પડદા પાછત જતાં ગયા. હવે જોશી પણ પાર્ટીના માર્ગદર્શક મંડળમાં શામેલ છે.

ઉમા ભારતીનું પણ આ હતું મહત્વનું કાર્ય

રામ મંદિર આંદોલન દરમિયાન ઉમા ભારતી આંદોલનનો ખુબ આગળનો હિસ્સો બન્યા હતા. બાબરી ધ્વંસની તપાસ માટે બનેલા તપાસ પંચએ ઉમા ભારતીની ભૂમિકાને દોષપૂર્ણ મેળવી હતી. જોકે બાદમાં તે કેન્દ્રની વાજપેયી સરકાર અને મોદીના પહેલા કાર્યક્રમમાં મંત્રી પણ બની હતી. ઉમા અયોધ્યા તો જઈ રહી છે પરંતુ પાર્ટીમાં તેમનો રુઆબ હવે પહેલા જેવો નથી રહ્યો. ઉમાએ ભૂમિ પૂજનને ળઈને ટ્વીટ કર્યું છે કે, હું રામજન્મભૂમિ ન્યાસ માટે અધિકારીઓને સૂચના આપી રહી છું કે શિલાન્યાસના કાર્યક્રમના મુહૂર્તમાં અયોધ્યામાં સરયુ નદી કિનારે રહીશ. અયોધ્યા પહોંચવા સુધીમાં મારી કોઈ સંક્રમિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તેવી સ્થિતિમાં જ્યાં વડાપ્રધાન મોદી અને સેંકડો લોકો ઉપસ્થિત હશે, હું તે સ્થાનથી દૂર રહીશ. વડાપ્રધાન મોદી અને તમામ ગ્રુપના જતા રહ્યા પછી જ હું રામલલાના દર્શન કરવા જઈશ.

નિર્દોષતાના પુરાવા આપશે અડવાણી-જોશી!

બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં આરોપી અડવાણી અને જોશીએ ટ્રાયલ કોર્ટને કહ્યું છે કે તેઓ આ કેસમાં પુરાવા આપશે કે જેથી તેઓ નિર્દોષ સાબિત થશે. ગયા અઠવાડિયે અદાલતે 32 આરોપીઓમાંથી 31 નાં નિવેદનો નોંધ્યા હતા. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આ મામલે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનો ચુકાદો આપવા જણાવ્યું છે. અડવાણી અને જોશીએ બાબરી ડિમોલિશન કેસમાં તેમની સંડોવણીને નકારી છે. જોશીએ કોર્ટને કહ્યું હતું કે તેઓ તેની નિર્દોષતાના પુરાવા કોર્ટને આપશે.

(સહાભાર નવભારતટાઈમ્સ)