મેરાન્યૂઝ નેટવર્ક.અયોધ્યાઃ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે ભૂમિ પૂજનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવામાં એક એવી ઘટના ઘટી જેને લઈને તંત્ર સહિત બધા હચમચી ગયા છે. અહીં રામલલાના એક પુજારી સહિત સુરક્ષા દળમાં તૈનાત એક ડઝનથી વધુ પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ હોવાની પૃષ્ટી થઈ છે. રિપોર્ટ આવ્યા પછી તમામ લોકોને ક્વોરંટાઈન કરી દેવાયા છે. સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાઈ રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે મંદિરમાં આ લોકોના સંપર્કમાં આવેલા ભક્તોના પણ સેમ્પલ લેવામાં આવશે.

રામ જન્મભૂમિમાં પાંચ ઓગસ્ટે ભૂમિ પૂજન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિ પૂજનના કાર્યક્રમમાં આવી રહ્યા છે. અયોધ્યામાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ડેપ્યૂટી સીએમ સુધી અયોધ્યાનું નિરિક્ષણ કરીને તૈયારીઓના રિપોર્ટ લઈ ચુક્યા છે.

તપાસ માટે મોકલાયા હતા સેમ્પલ

કહેવાઈ રહ્યું છે કે રામ જન્મભૂમિના સહાયક પુજારીની તબીયત ખરાબ થયા પછી તેમનું સેમ્પલ તપાસ માટે મોકલાયું હતું. તે સાથે જ સુરક્ષામાં લાગેલા પોલીસ કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી હતી. ગુરુવારે આવેલા રિપોર્ટ પછી ચકચાર મચી ગઈ જ્યારે પુજારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

પ્રધાન પુજારીના શિષ્ય છે પોઝિટિવ આવેલા પુજારી

સહાયક પુજારી રામલલા મંદિરના પ્રધાન પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. પોઝિટિવ પુજારીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હવે વધુ લોકોની સેમ્પલિંગ કરવામાં આવી રહી છે જેથી તેમને પણ કોરોના વાયરસની તપાસમાં લઈ શકાય. રામ જન્મભૂમિના પુરા પરિસરનને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.

રામ જન્મભૂમિને લઈને દરેક મહત્વના સમાચાર જાણવા અમારી સાથે જોડાઓ અહીં ક્લીક કરી ફેસબુક પેજને લાઈક-ફોલો કરો.  મેરાન્યૂઝ