મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પોતાના એક વિવાદિત નિવેદનના કારણે હાલમાં ચર્ચામાં છે. સોમવારે કેપી શર્મા ઓલીએ કહ્યું હતું કે ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો. આ નિવેદનથ બાદથી જ કેપી શર્મા ઓલી ન ફક્ત ભારતમાં પણ પોતાના દેશમાં પણ લોકોના નિશાના પર આવી ગયા છે.

ભગવાન રામના જન્મસ્થાના રુપમાં પ્રસિદ્ધ અયોધ્યા સાથે જોડાયલી ઘણી વાર્તાઓ અંગે તમે જાણતા હશો, પણ શું ક્યારેય આપે અયોધ્યાની એવી એક રાજકુમારી અંગે સાંભળ્યું છે જે કોરિયાની મહારાની બની ગઈ હતી? જોકે, આપને આપને આ વાત નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નિવેદનની જેમ જ થોડી અજીબ લાગી રહી હશે, પણ આ બીલકુલ સત્ય છે. દક્ષિણ કોરિયાના લોકો પણ આ વાતને માને છે અને ઘણીવાર અયોધ્યા પણ આવતા રહે છે.

રાણીનું નામ હિયાઓ હ્વાંગ-ઓક હતું, જે પ્રાચીન કોરિયન રાજ્ય કારકના સંસ્થાપક રાજા કિંગ કિમ સૂ-રોની ભારતીય પત્ની હતી. અયોધ્યામાં સરયૂ નદીના કાંઠે અહીં એ સમયની કોરિયાઈ મહારાણીનું સ્મારક પણ છે જે એક સમયે અહીં રાજકુમારી હતી.

અયોધ્યામાં આ રાજકુમારીને સુરીરત્ના તરીકે પણ ઓળખવામાં આવે છે. કોરિયાના ઇતિહાસ મુજબ મહારાણી હ્યો હ્વાંગ-ઓક એટલે કે પ્રિન્સેસ સુરીરત્ના ભારતથી દક્ષિણ કોરિયાના ગાયોંગસંગ પ્રાંતના કિમ્હાય શહેર ગઈ હતી અને ત્યાં રોકાઈ હતી.

રાણી હિયો હ્વાંગ-ઓક અને કિંગ કિમ સૂ-રોને કુલ 12 બાળકો થયા હોવાનું કહેવાય છે. આજે, કોરિયામાં કારક જાતિના આશરે છ મિલિયન લોકો પોતાને કિંગ કિમ સૂ-રો અને અયોધ્યાની રાજકુમારીના વંશજ તરીકે ઓળખે છે. કીમ્હાય શહેરમાં રાણી હિઓ હ્વાંગ-ઓકની વિશાળ પ્રતિમા પણ છે.

બીબીસીના એક અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કિમ ડેઈ જંગ અને ભૂતપૂર્વ વડા પ્રધાનો હિઓ જિઓંગ અને જોંગ પિલ-કીમ પણ કારક રાજવંશમાંથી આવ્યા હતા. આ વંશના લોકોએ તે વખતના પથ્થરોને આજ સુધી સાચવીને રાખ્યા છે. જે માનવામાં આવે છે કે તે નૌકાને સંતુલિત રાખવા અયોધ્યાની રાજકુમારી દ્વારા તેની દરિયાઇ સફર દરમિયાન લાવી હતી.

અહેવાલો અનુસાર, દર વર્ષે સેંકડો દક્ષિણ કોરિયન લોકો તેમની સુપ્રસિદ્ધ રાણી હિયાઓ હ્વાંગ-ઓકને શ્રદ્ધાંજલિ આપવા ભગવાન રામના જન્મસ્થાન અયોધ્યાની મુલાકાત લે છે. (સહાભારઃ અમરઉજાલા)