મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અયોધ્યા મંદિર મામલે છેલ્લા ઘણા સમયથી ચાલતી કોર્ટ કાર્યવાહીથી લોકો કંટાળ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેનો અંતિમ નિર્ણય કરી લેવાનું નક્કી કર્યું. રામ જન્મભૂમી-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે આજે સવારે 10.30 કલાકના અરસામાં ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના 5 જજોની પીઠએ રેકોર્ડ 40 દિવસોમાં આ કેસની સુનાવણી પુરી કરી છે. નિર્ણયથી પહેલા દેશભરામાં સખ્ત સિક્યુરિટી ટાઈટ કરી દેવાઈ હતી. કોર્ટે મસ્જિદ માટે અયોધ્યામાં જ જમીન આપવા માટે કહ્યું છે જ્યારે વિવાદિત જમીન હિન્દુ પક્ષને આપી છે.  આ કોઈ ધાર્મીક નિર્ણય નહીં પરંતુ જમીનના માલિકીનો કેસ હોવાથી કાયાકીય નિર્ણય છે. તેથી વિવાદથી દૂર રહી તમામે કોર્ટનો નિર્ણય સ્વિકાર્યો છે.

જસ્ટીસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાઈન ચંદ્રચૂડ અને જસ્ટીસ એસ અબ્દુલ નજીરની બેચે નિર્ણય કર્યો છે કે, જજમેન્ટ વાંચવામાં અંદાજીત અડધો કલાક લાગશે. આ ઉપરાંત બીજી તરફ અમિત શાહ સહિતના સરકારના મોટા નેતાઓએ પણ મીટિંગ કરી હતી. સુન્ની વકફ બોર્ડની જમીન પર ના દાવાની અરજી આ દરમિયાન ખારીજ કરાઈ હતી. હિન્દુઓની આ આસ્થા અને તેમના આ વિશ્વાસની ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, તે નિર્વિવાદ છે. કેસનો નિર્ણય ફક્ત એએસઆઈ ના પરિણામોના આધાર પર નહીં થઈ શક્તો જમીન પર માલિકી હકનો નિર્ણય કાયદાના હિસાબથી થવો જોઈએ. સુપ્રિમે નિર્મોહી અખાડાના દાવાને ખારીજ કર્યો હતો. તેણે મોડેથી અરજી દાખલ કરી હતી.

સાથે જ નિર્ણય વાંચતા જમીન નીચે જે એસઆઈને મળ્યું તે સાફ રીતે મંદિર હોવાના સબુત છે. અગાઉ પૂજા પણ થતી હતી તેવું પણ બહાર આવ્યું છે. જો ત્યાં મસ્જીદ બની તો તે શાંતિપૂર્ણ રીતે બની હતી કે કેમ તે અંગેની કોઈ બાબત સુની વકફ બોર્ડ સબૂત આપી શક્યું નથી. રામજન્મભૂમિ કાયદાકીય વ્યક્તિ નથી તેવું પણ કોર્ટે કહ્યું હતું. મુસલમાનોને મસ્જીદ માટે એક અલગ જમીન મળશે તેવી બાબત પણ સામે આવી હતી. તેમને અયોધ્યામાં જ યોગ્ય 5 એકર જમીન રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા અપાશે. વિવાદીત ઢાંચાની જમીન હવે હિન્દુઓને આપવામાં આવી છે. એએસઆઈ દ્વારા સાઈન્ટીફીક રીતે તપાસના તથ્યો મુકાયા હતા અને પ્રુવ કરવામાં આવ્યું હતું. વિવાદીત જમીન પર મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ટ્રસ્ટ બનાવામાં આવે. 3 મહિનામાં તેના નિયમો બનાવો. 

ઐતિહાસિક નિર્ણયને પગલે હાલ દિલ્હીમાં કલમ 144 લાગુ કરાઈ છે. સાથે જ રાજસ્થાનના જેસલમેરમાં 30 નવેમ્બર સુધી 144 લગાવાઈ છે. વીએસપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર અને મહાસચિવ મિલિંદ પરિંદે બપોરે 2.30 વાગે અયોધ્યા નિર્ણય પર નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. બાબા રામદેવે કહ્યું કે, આપણે દુનિયા સામે એક ઉદાહરણ આપવાનું છે કે ભારત લોક સાંપ્રદાયિકતાને બનાવી રાખે છે. ઉપરાંત શાંતિ બની રહે તે માટે ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત સહિત દેશના મોટા ભાગના તમામ રાજ્યોમાં પોલીસ એલર્ટ પર છે અને ખડે પગલે સુરક્ષામાં જોતરાયેલી છે. (પેજ રિફ્રેશ કરીને વધુ વિગતો મેળવો)