દેવલ જાદવ / જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ ): દુનિયા જેમ જેમ ડિજિટલ યુગમાં આગળ વધી રહી છે. તેમ તેમ ચોર અને છેતરપિંડી કરવા વાળા અપરાધિઓ પણ પોતાને ડિજિટલ કરી રહ્યા છે. પહેલાના સમયમાં ચોરી અને છેતરપિંડી પ્રત્યક્ષ રીતે કરવામાં આવતી હતી પરંતુ હવે ડિજિટલ યુગમાં પરોક્ષ રીતે ચોરી કરવી અને છેતરપિંડી કરીને પૈસા કમાવવાના અનેક રસ્તાઓ ખુલી ગયા છે. સાથે સાથે પોલીસ ખાતું પણ  વિકસિત થઈ રહ્યું છે અને આવી રીત ચોરી કે છેતરપિંડી કરતા આરોપીઓને શોધીને પકડી રહ્યાં છે. અમદાવાદ સ્થિત ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગેરકાયદેસર રીતે VOIP ( વોઇસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ ) એક્સચેન્જ ચલાવતા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

અમદાવાદ એટીએસના એસપી પીનાકીન પરમારને બતમી મળી હતી કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સાકીબ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર VOIP એક્સચેન્જ ચલાવવામાં આવી રાહયુચે. જેના આધારે અમદાવાદ એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.ઠુમર અને ડી.એસ. ચૌધરીની ટીમ દ્વારા સાકીબ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 501માં રેડ કર હતી અને શાહીદ લીયાકાત અલી સૈયદ નામના વ્યક્તિની ગેરકાયદેસર VOIP એક્સચેન્જ ચલાવવા માટે ધરપકડ કરી હતી.

આરોપી પાસેથી એક લેપટોપ, 32 પોર્ટના ગેટવેના ચાર અલગ અલગ સિમ્બોક્સ, એક વાઇફાઇ રાઉટર અને લેન સ્વીચ ચાલુ કરેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ડિવાઇસમાં 139 જેટલા સિમ કાર્ડ નાખેલા હતા. શાહીદની ધરપકડ કાયા બાદ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મુંબઈમાં પણ તેનો એક સાથી સજ્જાદ અહેમદ સૈયદ આવું જ VOIP એક્સચેન્જ ચલાવે છે. ત્યાર બાદ અમદાવાદ એટીસ અને મુંબઇ પોલીસ દ્વારા જોઈન્ટ ઓપરેશન કરીને મુંબઈમાં મીરા રોડ વિસ્તારમાં આવેલી એન.ડી. પ્લાઝા નામની બિલ્ડિંગમાં રેડ પાડીને આરોપી સજ્જાદની ધરપકડ કરી હતી.

Advertisement


 

 

 

 

 

સજ્જાદ પાસેથી 32 પોર્ટના ગેટવેના ત્રણ અલગ અલગ ડિવાઇસ અને એક વાઈફ રાઉટર સાથે કનેક્ટ કરેલા અલગ અલગ 115 જેટલા સીમકાર્ડ મળ્યા હતા. સજ્જાદ મામલે અલાગની તાપસ મુંબઇ પોલીસ કરી રહી છે જ્યારે શાહીદની અમદાવાદ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન એટીએસને જાણવા મળ્યું હતું કે આ આરોપીઓ બેહરિનમાં રહેતા નજીબ તથા પૂનમાં રહેતા સોહેલ અને અમીટની સાથે મળીને આઈએસડી કોલને GSM નેટવર્ક તબદીલ કરીને ગેરકાયદેસર રીતે VOIP દ્વારા વિદેશી કોલનો રૂટ ભારતમાં આવતા વેદેશી કોલને સદા વોઇસ કોલમાં ફેરવીને DOTની ગાઈડ લાઈન વિરુદ્ધમાં ભારતમાં રિસીવરને મોકલીને કોલ કરનારની ઓરિજનલ આઇડેન્ટિટી છુપાવીને દેશની રાષ્ટ્રીય સલામતી જોખમમાં મુકતા હતા. તેમજ દેશમાં સરકારને આર્થિક નુકસાન પહોંચાડતા હતા.