Adv: ભાવનગરઃ ચીનના સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતના 20 દિકરાઓએ માતૃભૂમિની રક્ષા માટે જીવ ન્યોછાવર કરી દીધો, 20 પરિવારોને આશા હતી દિકરો રજામાં ઘરે આવશે ત્યારે તેનો પાર્થીવ દેહ તિરંગામાં લપેટાઈને આવ્યો. આ ગર્વ સાથે દુઃખની પણ ક્ષણ હતી. જોકે તેમની શહીદીનું દુઃખ માત્ર તેમના પરિવારને જ નહીં પણ સમસ્થ ભારતને છે જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતના ભાવનગર જીલ્લાના કેટલાક યુવાનોએ મનોમન ચાઈનીઝ વસ્તુઓ, એપ્લીકેશન વગેરેનો બહીષ્કાર કરવાની, સપુતોને ન્યાય આપવાની, ભારતને આત્મનિર્ભર બનાવવાની લાગણી ધરાવતા તમામ માટે એવી એપ્લીકેશન બનાવી છે જે એપ્લીકેશન લોકોને એક જ ક્લીકમાં સ્વદેશી અને વિદેશી વસ્તુઓ, ભારત સરકારની સેવાવઓ જેવી તો અનેક ઈન્ફર્મેશન એક જ પ્લેટફોર્મ પર આપી દીધી છે. યુવાનોનું આ પગલું એકવાર જોયા-જાણ્યા પછી આપને તેમના પર ગર્વ થશે તે નક્કી છે. આવો જાણીએ

ભાવનગરના પાલીતાણા તાલુકાના જાળિયા માનાજી નામના નાનકડા ગામમાં રહેતા કેવલ ચાવડા અને બીજા ત્રણ મિત્રો દિલીપ ચરાણીયા, ચાવડા ગૌતમ અને અજય અણિયાળા દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવના ઉદ્દેશથી "India Bachao" નામની એપ્લીકેશન બનાવી છે.

India Bachao એપનું મુખ્ય ફીચર

આ એપ્લીકેશનના મુખ્ય ફીચરની વાત કરીએ તો તમે એક ક્લિકમાં જાણી શકશો કે તમારા ફોનમાં કેટલી ચાઇનીઝ એપ્લીકેશન છે. ટોપ Made in India એપ્સ, સ્વદેશી વસ્તુ vs વિદેશી વસ્તુ અને મોટાભાગની સરકારી સેવા એક જ જગ્યા એ.

આ રીતે આવ્યો ચીનને ઘૂંટણીએ પાડવાનો આઈડિયા


આમ તો ગુજરાતીઓ ધંધો, નફો, નુકસાન અંગે વધુ વિચારતા હોય પણ અહીં વાત જુદી હતી પરિસ્થિતિ જુદી હતી તેથી ફાયદો પછી પહેલા લોકોનું હીત જોવાનું હતું. સપુતોને ન્યાય આપવાનો પોતાનો મુખ્ય હેતુ સિદ્ધ કરવાનો હતો. યુવાનોએ કહ્યું કે, "India Bachao" એપ્લીકેશન બનાવનો વિચાર અમને ત્યારે આવ્યો જયારે ચીનની સરહદે ભારતીય સૈનિકો શહીદ થયા ત્યારે નક્કી કર્યું કે ચીનને જો ઘૂંટણીએ પાડી દેવું હોય તો ભારતને આત્મનિર્ભર બનાવવું પડશે.

ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનો આ અમારો નાનકડો પ્રયાસ છે. આ એપ્લીકેશનમાં ભારતના દરેક નાગરિકને સમજાય એ રીતે સ્વદેશી વસ્તુનું લીસ્ટ આપવામાં આવ્યું છે. રોજીંદા જીવનમાં વપરાતી વિવિધ વસ્તુ જેમ કે મોબાઇલ, ટુથપેસ્ટ, સાબુ, પાણીની બોટલ, ઠંડા પીણા, ફૂટવેર, બિસ્કીટ, ચા, કોફી, ઘડિયાળ, કપડા, વાશિંગ પાવડર, મીઠું, શેમ્પુ, લેપટોપ, કાર, બાઈક વગેરે જેવા વિવિધ 100 થી વધારે  Made in Indian વસ્તુનું લીસ્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ ઘણી બધી ઉપયોગી બાબતો આપને આ એપ્લીકેશનમાં મળી જાય છે. આ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો India Bachao અથવા ગુગલ પ્લે સ્ટોરમાં India Bachao સર્ચ કરીને પણ આપ ડાઉનલોડ કરી શકો છો. એક ભારતીય એપ, જેમાં માહિતી છે આપના ભારતને આત્મનિર્ભર બનાવવાની...