મેરાન્યૂઝ નેટવર્ક, વોશિંગ્ટન: અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટનામાં 12 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના વર્ઝિનિયા બીચ મ્યુનિસિપલ સેંટરમાં ત્યાંના એક કર્મચારીએ જ આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં 12 લોકોના મોત, પોલીસકર્મી સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગોળીબારની ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. સામે-સામેની આ કાર્યવાહીમાં ગોળીબાર કરનાર વ્યક્તિનું પણ મોત થયું છે.