મેરાન્યૂઝ નેટવર્ક, બારાબંકી: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે. ઝેરી દેશી દારુ પીવાના કારણે 12 લોકોના મોત થયા છે જ્યારે અન્ય કેટલાકને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ લોકોએ દેશી દારુની દુકાન પરથી દારુ પીધો હતો. જો કે સત્તાવાર રીતે લઠ્ઠાકાંડમાં આઠ લોકોના મોત થયાનું કહેવામાં આવી રહ્યું છે.

બારાબંકીના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રાનીગંજમાં દાનવીર સિંહ નામના વ્યાપારીની દેશી દારુની દુકાનમાંથી સોમવાર રાત્રે આજુબાજુના ગામના લોકોએ દારુ પીધો હતો. જ્યાર બાદ દારુ પીધેલા લોકોએ આંખે દેખાવાનું બંધ થઇ ગયું હતું. કેટલાક લોકોના હોસ્પિટલમાં તો કેટલાકના તો ઘરે જ મોત થઇ ગયા હતા. હજુ પણ લગભગ 12 જેટલા લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ લઠ્ઠાકાંડમાં 12 મૃતકોમાં ચાર તો એક જ પરિવારના હતા. જેમાં પિતા છોટેલાલ સહિત તેમના ત્રણ પુત્ર રમેશ ગૌતમ, મુકેશ અને સોનુના મોત થયા .