મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટીઓને લઈને આજે મતદાન થયું હતું. જેમાં કાંગશીયાળી ખાતે ભાજપનાં 10 જેટલા લોકોએ બુથ કેપચરિંગ કરીને બોગસ મતદાન કર્યું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ આ બાબતનાં પુરાવા તરીકેનો વિડીયો પણ રજૂ કરાયો હતો. જો કે આ મુદ્દે હજુ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે. જેમાં કાંગશીયાળી ખાતે ભાજપના માણસોએ મતદાન મથકની અંદર પ્રવેશ કરી બોગસ મતદાન કરાવ્યા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. આપના પ્રવક્તા અજિતભાઈ લોખીલે જણાવ્યું હતું કે, કાંગસીયાળી બૂથમાં ભાજપના 10 લોકોએ બુથ કેપ્ચર કરીને બોગસ વોટિંગ કર્યું હતું અને આપના રમેશ પરમાર નામના કાર્યકરને ધમકી પણ આપવામાં આવી હતી. ​​