મેરાન્યૂઝ નેટવર્ક.આસામઃ સોશિયલ મીડિયા પર આસામના એક યુવકનો હૃદય દ્રાવક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઘણા દિવસોથી આ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ વીડિયો જોઈને આંખો ભરાઈ જાય છે. ઋષભ દત્તાનો અવાજ ગત વર્ષે ખુબ પસંદ કરાયો હતો, 9 જુલાઈએ બેંગાલુરુની હોસ્પિટલમાં તેનું નિધન થઈ ચુક્યું છે. 17 વર્ષના ઋષભ દત્તા પોતાના ગીતોના માટે 2019માં વાયરલ થઈ ગયો હતો. લોકોએ તેની મધૂર અવાજ માટે તેની સરાહના કરી હતી અને રાતોરાત ઈંટરનેટ સનસની બનાવી દીધો હતો.

બે વર્ષ પહેલા ઋષભને અપ્લાસ્ટિક એનિમિયાની દુર્લભ સ્થિતિની ખબર પડી હતી અને દુર્ભાગ્યથી તે 9 જુલાઈએ મૃત્યુ પામ્યો હતો. તેના નિધન બાદ ઋષબના ગીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે. જેને સાંભળીને લોકો તેને યાદ કરી રહ્યા છે, ફેસબૂક યૂઝર મોનજીત ગોગોઈએ ઋષભના ગીતોના બે વીડિયો પોસ્ટ કર્યા છે અને તેની ક્લિપનો સોશિયલ મીડિયા પર ખુબ પ્રચાર કરાઈ રહ્યો છે. અહીં તેનો વીડિયો રજુ કરાયો છે.