મેરાન્યૂઝ નેટવર્ક.રાજસ્થાનઃ રાજસ્થાનના રાજયકીય દંગલ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતએ રાજ્યપાલ કલરાજ મિશ્રાને વિધાનસભા સત્રનો નવો પ્રસ્તાવ મોકલ્યો છે. અહીં પ્રસ્તાવ વિધાનસભાનું સત્ર બોલાવવા માટે મોકલવામાં આવ્યો છે. વિધાનસભા સત્રનો એજન્ડા કોરોના વાયરસ મહામારી હોવાનું કહેવાયું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા માગે છે. નવા પ્રસ્તાવમાં ફ્લોર ટેસ્ટ (બહુમત પરીક્ષણ) કરવાનો ઉલ્લેખ જ કરાયો નથી. રાજ્યપાલે કહ્યું કે, તે નવા પ્રસાતવની તપાસ કરી રહ્યા છે.