મેરાન્યૂઝ નેટવર્ક.આસામઃ થોડા સમય પહેલા દેશભરમાં મોબ લિંચિંગની ઘટનાઓમાં કારણે લોકોના ટોળા વગર સમજે કે જાણે હત્યાઓ નીપજાવવા લાગ્યા હતા. આવી વધુ એક ઘટના આસામના તિનસુકિયા જિલ્લામાં બની છે. જ્યાં એક મહિલાનો મૃતદેહ મળ્યા બાદ લોકોના ટોળાએ એક મહિલા અને તેના પુત્રને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. સાંભળવા એવું પણ મળી રહ્યું છે કે આ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે પોલીસ પણ ત્યાં જ તમાશો જોતી હતી પણ તેમણે કાંઈ હાથપગ હલાવવાનું યોગ્ય સમજ્યું ન હતું.

આસામના તિનસુકિયા જિલ્લામાં રંગપુરી ખાતે છેલ્લા બે દિવસથી મહિલા પોતાના બંને બાળકો સાથે ગુમ હતી. સ્વજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે આ મહિલા તેના સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી હતી. શનિવારે તેનો મૃતદેહ ત્યાંના એક શોચાલય પાસેથી મળી આવ્યો હતો. જેનાથી મહિલાના સ્વજનો ખુબ ગુસ્સામાં ભરાયા હતા. તેમણે ગામના લોકોને ભેગા કરી મહિલાના ઘર પર હુમલો કર્યો અને ભીડ બાદમાં પોતાની સમજ શક્તિ જ ગુમાવી બેઠી.

લોકોના ટોળાએ મહિલા અને તેના પરિવારને ઘરની બહાર કાઢીને લાકડી, ડંડાથી માર માર્યો હતો. આ ઘટનામાં સાંભળવામાં આવ્યું છે કે ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં આવી ગઈ પપંતુ ગામના લોકોનો ગુસ્સો જોઈ ત્યાં જ એક તરફ ઊભી રહી ગઈ. જોકે બાદમાં પોલીસે ઘાયલોને સારવાર માટે મોકલવાનો પ્રયત્ન કર્યો પરંતુ રસ્તામાં જ તેમનું મોત થયું