મેરાન્યૂઝ નેટવર્ક.આસામઃ આસામના કરીમજંગમાં ભાજપા ઉમેદવારની કારમાંથી ઈવીએમ મળવાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં ચૂંટણી પંચે ત્યાં જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગી છે. જે ગાડીમાં ઈવીએમ મળ્યા હતા તે કાર પાથરકાંડીથી ભાજપના ઉમેદવાર કૃષ્ણેંદુ પાલની હોવાનું કહેવાય છે. જાણકારી મુજબ, ઈવીએમ લાવારીસ બોલેરોમાં મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુરુવારે આસામમાં બીજા ચરણનું મતદાન થયું. બીજા ચરણાં 76.96 ટકા મતદાન થયું. તે પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપ ઉમેદવારની કારમાં કથિત રૂપે ઈવીએમ મશીનો જોવા મળી રહી છે.

અતાનુ ભૂયન નામના એક શખ્સે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો પર પોસ્ટ કર્યો છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, પથારકંડીથી ભાજપ ઉમેદવાર કૃષ્ણેંદુ પાલની કારમાંથી ઈવીએમ મળ્યા બાદની સ્થિતિ તણાવપૂર્ણ છે. ત્યાં જ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ ભાજપ પર ગંભીર આરોપ લગાવી વીડિયોની તપાસ કરાવાની માગ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, દરેક વખતે આવા વીડિયો સામે આવતા હોય છે જેમાં ખાનગી ગાડીઓમાં ઈવીએમ લઈ જતા પકડાય છે. જેમાં કેટલીક બાબતો સામાન્ય હોય છે- ગાડીઓ ભાજપના ઉમેદવાર કે તેમના સાથીઓ સાથે જોડાયેલી હોય છે. વીડિયો એક ઘટનાના રૂપમાં સામે આવે છે અને ફરી જુઠ્ઠું બોલીને ખારીજ કરી દેવાય છે.


 

 

 

 

 

પુરી ઘટના એવી સામે આવી છે કે, ગુરુવારની રાત્રે જ્યારે ઈવીએમને એક ગાડીથી પથરાકાંડીથી લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ભીડે તે ગાડીને રોકી લીધી, કારણ કે તે ગાડી ચૂંટણી પંચની ન્હોતી. આ ખાનગી ગાડી હી. સૂત્રોના અનુસાર, ચૂંટણી પંચના અધિકારીઓની ગાડી ખરાબ થઈ ગઈ હતી, જે પછી અધિકારીઓએ એક ખાનગી ગાડી કરીને ઈવીએમ મશીન લઈ ગયા હતા. ત્યારે જ ખબર પડી કે તે ગાડી ભાજપના ઉમેદવારની હતી. સૂત્રો મુજબ એવું પણ કહેવાઈ રહ્યું છે કે ઈવીએમ લઈ જઈ રહેલી ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલામાં કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે, આ મામલાની આગળ તપાસ કરવામાં આવી રહી છે, ભીડના હુમલા દરમિયાન ઈવીએમ સાથે કોઈ છેડછાડ કરાઈ છે કે કેમ.