મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: એક મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્રિય કેબિનેટે પ્રોવેન્શન ઑફ મ અની લોન્ડ્રિંગ એક્ટ અને ભારતીય ટેલિગ્રાફ એક્ટમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. જેથી હવે ઓળખ અને સરનામાના પુરાવા માટે કોઈ ગ્રાહક પાસેથી બેંક કે ટેલિકોમ કંપનીઓ આધાર કાર્ડ ફરજીયાત માગે તો તે અધિકારી કે કર્મચારીને એક કરોડ રૂપિયા સુધીનો દંડ અને  ત્રણથી દસ વર્ષ સુધીની જેલની સજા પણ થઇ શકે છે.

આધાર કાર્ડની અનિવાર્યતાને લઇને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમને બેંક ખાતુ ખોલાવવા કે મોબાઇલના સીમ કાર્ડ ખરીદવા પર આધારકાર્ડ આપવું જરૂરી નથી. જો તમે ઇચ્છો તો જ આધાર કાર્ડ આપવાનું રહેશે. ઓળખ અને સરનામાના પુરાવાના રૂપે આધાર કાર્ડ આપવું જ પડશે તેવું દબાણ કરનાર બેંક અને ટેલિકોમ કંપનીના કર્મચારીઓને એક કરોડ રૂપિયાનો દંડ અને દસ વર્ષ સુધીની જેલ થઇ શકે છે. બેંક અને ટેલિકોમ કંપનીની સેવાઓ લેવા માટે તમે આધાર કાર્ડ સિવાયના અન્ય પુરાવા જેમ કે પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ સહિતના અન્ય માન્ય દસ્તાવેજ આપી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર આધાર કાર્ડના યુનિક આઇડીનો માત્ર વેલફેર સ્કીમો માટે જ ઉપયોગ કરી શકાશે.

કાયદામાં કરવામાં આવેલા સંશોધન અનુસાર આધાર એથોન્ટિફિકેશન કરનાર કોઈ સંસ્થા જો ડેટા લીક માટે જવાબદાર ઠરશે તો તેને પણ 50 લાખ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની સજા થઇ શકે છે. આ સંશોધનોને હવે સંસદની મંજૂરી માટે મોકલવામાં આવશે.