મેરાન્યૂઝ નેટવર્ક, દુબઇ: આગામી એશિયા કપનું આયોજન ભારતમાં નહીં પણ દુબઇમાં થશે. બીસીસીઆએ આજે શુક્રવારે સત્તાવારી આ ટુર્નામેન્ટના આયોજનનો અધિકાર અમીરા ક્રિકેટ બોર્ડને સોંપ્યો હતો. બીસીસીઆઇએ કહ્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડ અને અમીરાત ક્રિકેટ બોર્ડે શુક્રવારે સંયુક્ત અરબ અમીરાતમાં એશિયા કપના 2018ના આયોજન માટે એક કરાર પર સહી કરી. આ કરાર પર દુબઇમાં સહી કરવામાં આવી જેમાં બીસીસીઆઇનું પ્રતિનિધિત્વ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી અને મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીએ કર્યું. અમીરાત ક્રિકેટ બોર્ડના ચેરમેન શેખ નાહયાન બિન મુબારકએ તેમની તરફથી સહી કરી.

આ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ ભાગ લેશે. જ્યારે આ ટુર્નામેન્ટમાં છઠ્ઠી ટીમ એશિયા ક્રિકેટ પરિષદ ક્વોલિફાયર ટુર્નામેન્ટની વિજેતા ટીમ હશે. એશિયા કપ ટુર્નામેન્ટનું આયોજન 15થી 28 સપ્ટેમ્બર 2018 દરમિયાન અબુધાબી અને દુબઇમાં થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા આ ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં થવાનું હતું પરંતુ પાકિસ્તાન સાથેના રાજકીય સંબંધોના મુદ્દે બીસીસીઆઇ પાકિસ્તાનની ટીમ ભારતમાં આવી રમે અને તેમની સુરક્ષા સંબંધી બાબતો પર ભારત સરકારની સુરક્ષા એજંસીઓ સંબંધિત મંજૂરીઓ મેળવી ન શક્યુ. જેથી હવે એશિયા કપ 2018 દુબઇ અને અબુધાબીમાં રમાશે.