મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ ગુજરાતમાં દારૂબંધી પર રાજસ્થાનનાં  મુખ્યમંત્રી અશોક ગહલોતે ગઇકાલે કહ્યું હતું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો. જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત  સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. જે બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિવેદનને ગુજરાતના સાડા ૬ કરોડ લોકોની અસ્મિતાનું અપમાન ગણાવ્યું હતું.

રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ એનસીપીનાં નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ મુદ્દામાં ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું છે કે સરકારને દારૂબંધી પર ફરી વિચારણા કરવી જોઇએ દારૂ બંધીનો જોરદાર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો એક કિ.મી. એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પોટલી મળતી ન હોય. ગુજરાતમાં દારૂબંધી અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આપેલ નિવેદનનો વિવાદ વધુ વકરતો જણાય છે. 

બાયડ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે વિજય પ્રાપ્ત કરવા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને વિશેષ જવાબદારી સોંપી છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા બાયડના ઇન્દ્રાણ ગામમાં આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજા કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગાંધીના ગુજરાત માં દારૂ બંધી હોવા છતાં મળે છે. સ્વતંત્ર દારૂના નિવેદન સામે ગુજરાતના ગૃહ પ્રધાને ગેહેલોતે કદાચ દારૂ પીધેલી અવસ્થામાં કરેલું નિવેદન છે, એટલે વધારે કઈ કહેવાનું રહેતું નથી અને આ અંગે વધુ કહેવાનું ટાળ્યું હતું.