મેરાન્યૂઝ નેટવર્ક.જોધપુર:દુષ્કર્મના કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં કેદ આસારામને કોરોના સંક્રમિત થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આસારામને મોડી રાત્રે તાવ આવતા ઓક્સિજન લેવલ પણ ઘટ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં તકેદારીના ભાગરૂપે આસારામનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેલના કેટલાક કેદીઓનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આસારામને હાલ જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

કોરોના પોઝિટિવ આસારામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની તેમના સમર્થકોમાં જાણ થતાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હોસ્પિટલ બહાર એકત્ર થઇ ગયા હતાં. આસારામને જેલમાંથી હોસ્પિટલ લઇ જવાયા ત્યારે તેઓ વ્હિલચેર પર હતા અને તેઓ અશક્ત જણાઇ રહ્યા હતાં. 


 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ પર ગુરૂકૂળમાં ભણતી એક સગીરએ આક્ષેપ કર્યો 15 ઓગસ્ટ, 2013ના રોજ આસારામે જોધપુરની નજીક મણાઈ ગામમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. 20 ઓગસ્ટ, 2013ના રોજ તેણે દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં આસારામની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોધપુરનો મામલો હોવાથી પોલીસે એફઆઈઆર નોંધી તપાસ માટે તેને જોધપુર મોકલી. જોધપુર પોલીસે આસારામ વિરુદ્ધ કિશોરી સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધી હતી. જોધપુર પોલીસ 31 ઓગસ્ટ, 2013ના રોજ ઈન્દોરથી આસારામને ધરપકડ કરીને જોધપુર લાવી હતી. તેના પછીથી આસારામ જોધપુર જેલમાં જ કેદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.