મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આગામી મહિને યોજાનારી ચૂંટણી રહેલા મહેસૂલ વિભાગે રાજકોટમાં અશાંત ધારો લાગુ કર્યો છે. જે મુજબ શહેરના રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસકોર્ષ રિંગ રોડ પર આવેલી 28 જેટલી સોસાયટીમાં અશાંત ધારો લાગૂ કરવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રિંગ રોડ પર આવેલી છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરુ નગર , સિંચાઈ નગર, ઈન્કમટેક્ષ સોસાયટી, અવંતિકા પાર્ક જેવી સોસાયટી માટે અશાંત ધારો લાગૂ કર્યો છે.
આ જાહેરનામા મુજબ, અશાંત ધારો લાગૂ થયા બાદ આ વિસ્તારની જમીન કે અન્ય સંપત્તિઓના માલિકોએ પોતાની સંપત્તિ વેચતા પહેલા કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે. રાજકોટ માટે પ્રથમ વખત લાગૂ કરવામાં આવેલ અશાંત ધારો 13 જાન્યુઆરી 2021થી 12જાન્યુઆરી 2026 સુધી લાગૂ રહેશે. રાજ્યના નાગરિકોને શાંતિ- સલામતી અને સુરક્ષા પુરી પાડવાના હેતુથી અશાંત ધારાનો કાયદો લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત અશાંત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં જિલ્લા અધિકારીની મંજૂરી વિના કોઈ એક ધર્મના સભ્યો દ્વારા અન્ય ધર્મના સભ્યોને સંપત્તિ વેચવા પર રોક લગાવાઈ છે.
 
 
 
 
 
કઇ કઇ સોસાયટીનો સમાવેશ
(1) છોટુનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ
(2) નિરંજની સોસાયટી
(3) આશુતોષ સોસાયટી
(4) સિંચાઈ નગર સોસાયટી
(5) આરાધના સોસાયટી
(6) સ્વસ્તિક સોસાયટી
(7) પ્રગતિ સોસાયટી
(8) ઈન્કમટેક્ષ સોસાયટી
(9) બેંક ઓફ બરોડા સોસાયટી
(10) દિવ્યસિધ્ધિ સોસાયટી
(11) જીવનપ્રભા સોસાયટી
(12) અંજની સોસાયટી
(13) કુષ્ણકુંજ સોસાયટી
(14) સૌરભ સોસાયટી
(15) રેસકોર્ષ પાર્ક
(16) વસુંધરા સોસાયટી
(17) અવંતિકા પાર્ક
(18) જનતાજનાર્દન સોસાયટી
(19) જાગૃતિ શ્રમજીવી સોસાયટી
(20) યોગેશ્ર્વર પાર્ક
(21) શ્રેયસ સોસાયટી
(22) નવયુગ સોસાયટી
(23) બજરંગવાડી
(24) સુભાષનગર
(25) ચુડાસમા પ્લોટ
(26) નહેરુનગર સોસાયટી
(27) રાજાનગર
(28) અલ્કાપુરી.