મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યનખાનના ડ્રગ્સ કેસમાં ચોંકાવનારી જાણકારી સામે આવી રહી છે. કિરણ ગોસાવીના બોડિગાર્ડ રહેલા પ્રભાકર સૈલએ એક સોગંદનામામાં ઘણા ચોંકાવનારા દાવાઓ કર્યા છે. પ્રભાકરનું જણાવેલી બાબતોએ ઘણા સ્તબ્ધ કરી દેનારા ખુલાસાઓ કર્યા છે.

પ્રભાકરે એક ન્યૂઝ ચેનલને પણ આ અંગે વીડિયો આપ્યો હતો. પ્રભાકરનું કહેવું છે કે વાતચિતમાં કહેવાયું છે કે ગોસાવીએ આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માગ કરી હતી. સોગંદનામા મુજબ આ માગ ગોસાવીએ એનસીબી ચીફ સમીર વાનખેડેની તરફથી કરી હતી. આપને જણાવી દઈએ કે પ્રભાકર આ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એનસીબીનો સાક્ષી પણ છે.

પ્રભાકર સૈલએ પોતાની નોટરીકૃત રાજીનામામાં કહ્યું કે ક્રૂઝ રેડ બાદ થયેલા ડ્રામા સમયે તે હાજર હતો. તેણે કિરણ ગોસાવી અને સૈમ નામના એક શખ્સને એનસીબીના એક શખ્સને એનસીબીની ઓફીસ પાસે મળતા જોયા હતા. સૈલનો દાવો કર્યો છે કે ગોસાવી અને સૈમ લોઅર પરેલ ગયા હતા, જ્યાં એક બ્લૂ કલરની ગાડી ત્યાં આવી, પ્રભાકર સૈલએ દાવો કર્યો છે કે તેણે શાહરુખના મેનેજર પૂજા ડડલાનીને તે બ્લૂ કારમાં બેસેલા જોયા હતા.

Advertisement


 

 

 

 

 

પ્રભાકર સૈલ મુજબ ગોસાવી અને સૈમએ પોતાની વાતચિતમાં 25 કરોડની માગ કરી હતી, પરંતુ 18 કરોડમાં મામલો સેટલ કરવાને રાજી થઈ ગયા હતા. ગોસાવીએ કથિત રુપે કહ્યું હતું કે આ 18 કરોડમાં 8 કરોડ સમીર વાનખેડેને જશે અને બાકી બચેલા પૈસા બીજાઓમાં વહેંચાશે. તેની આગામી સવારે પ્રભાકર સૈલને ટોરેડોમાં મોકલાઈ હતી, જ્યાં તેમને એક સફેદ કારથી 50 લાખ રૂપિયા અપાયા હતા.

જોકે ગોસાવીએ સેલને પાછા હોટલ મોકલી દીધા હતા જ્યાં તેમણે પૈસા સૈમને પાછા કર્યા. ત્યાં સૈમએ કહ્યું કે પૈસામાં 12 લાખ રૂપિયા ઓછા છે અને આ ફક્ત 38 લાખ છે. તે પછી સૈમ અને ગોસાવી વચ્ચે વાતચિત થઈ, જેના જવાબમાં પૈસા તેને બે ત્રણ દિવસામાં આપવાનો વાયદો કરાયો હતો.

પોતાના સોગંદનામામાં પ્રભાકરે સૈલને કહ્યું કે તેને પંચનામા પેપર બતાવીને ખાલી કાગળ પર જબરજસ્તી સહી કરવાઈ હતી. તેને આ ધરપકડ અંગે ખબર ન્હોતી. તેના દાવા મુજબ ક્રૂઝ રેડ બાદ થયેલા ડ્રામાનો તે સાક્ષી છે. આ ડ્રગ્સ માં પંચ પ્રભાકરનો દાવો છે કે કિરણ ગોસાવીના પાસે બોડીગાર્ડના રૂપમાં કામ કરતો હતો. રેડના સમયમાં કેટલાક વીડિયો પણ બનાવાયા હતા અને તસવીરો પણ ખેંચાઈ હતી. તેમાં એક વીડિયોમાં ગોસાવીને ફોન પકડેલા જોવા મળી શકે છે. તેમનો ફોન સ્પીકર પર છે અને તે આર્યનની કોઈની સાથે વાત કરાવી રહ્યા છે. આ તરફ શાહરુખના વકીલોએ તે મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કર્યો છે.