મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તેની આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે ક્રમમાં હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવી રહ્યો છે. તેમણે આ માહિતી ટ્વિટ કરીને આપી છે. 

કેજરીવાલે આજે ટ્વિટ કર્યું હતું કે, હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ. 

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ચર્ચા કરી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે કેજરીવાલ ગુજરાત આવીને લોકોને પોતાના તરફ કેવી રીતે આકર્ષિત કરે છે.