મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પ્રયત્નશીલ પોલીસવડા મયુર પાટીલે પ્રજાજનોને ઝડપથી પોલીસ મદદરૂપ બની શકે તે માટે 9512336622  વોટ્સએપ નંબર જાહેર કરી અનોખી પહેલ કરી છે.

આજે બુધવારે જીલ્લા પોલીસવડા મયુર પાટીલે સોશિયલ મીડિયા થકી પ્રજાજનોની સમસ્યા નિવારવા માટે 9512336622  વોટ્સએપ નંબર જીલ્લાના પ્રજાજનો માટે પ્રારંભ કરી તેમના વિસ્તારની સમસ્યા અને માહિતી મેળવવા આ નંબર પર સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું હતું.

જીલ્લા પોલીસવડા મયુર પાટીલે મેરાન્યૂઝનાં પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વોટ્સએપ નંબર પર તમારા વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓની બદી અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ફોટો, વિડિઓ અને માહિતી મોકલી તુરંત પોલીસતંત્રની મદદ મેળવી શકો છો અને કામગીરીની માહિતી પણ ઉપલબદ્ધ થશે અને બિનજરૂરી મેસેજ ન કરવા જીલ્લાના પ્રજાજનોને અપીલ કરી છે.