મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં ચોર-લૂંટારુ ગેંગ બંધ મકાનો, મંદિરો અને બેંકના એટીએમ ને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે ત્યારે મેઘરજ તાલુકાના મહુડી(શણગાલ) ગામના ભરતભાઈ ગોરધનભાઈ પ્રજાપતિના ઘર આગળ પાર્ક કરેલ ઈંટો ભરેલ ટ્રેક્ટરની ચોરી થતા ટ્રેક્ટર માલીક સહીત ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ટ્રેક્ટર ચોરીની ઘટના ઇસરી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસતંત્રએ વિવિધ ટીમો બનાવી બાતમીના આધારે લુણાવાડા ના ખાનપુર-બકોર નજીક થી અંતરિયાળ વિસ્તારમાંથી ઈંટો ભરેલ ટ્રેક્ટરની ચોરી કરનાર લાલા લક્ષ્મણભાઇ ખાંટ(રહે,કુંભાયડી,મહીસાગર) ને ચોરેલ ટ્રેક્ટર સાથે  દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
 
મેઘરજ તાલુકાના મહુડી (શણગાલ) ગામે ઈંટોનો ધંધાર્થી ભરતભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ તેમના ઘર આગળ સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર અને ઈંટો ભરેલ ટ્રોલી મળી કુલ રૂ.૪,૩૦,૦૦૦/- ની ચોરી થતા આ અંગે ગુન્હો ઇસરી પોલીસ સ્ટેશનમાં નોંધાતા ઇસરી પી.આઈ આર.એસ.તાવીયાડ અને મેઘરજ પીએસઆઈ કે.એસ.સીસોદીયા એ અલગ-અલગ ટીમો બનાવી બાતમીના આધારે મહીસાગરના ખાનપુર તાલુકા નજીક આવેલ બાકોર- પુનાવાડાના અંતરિયાળ વિસ્તારમાં ચોરીને સંતાડી રાખેલ ઈંટો ભરેલ ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર ચોરનાર લાલા લક્ષ્મણભાઇ ખાંટ (રહે,કુંભાયડી,મહીસાગર) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસતંત્રએ ગણતરીના કલાકોમાં ઘર આગળ પાર્ક થયેલ ટ્રેક્ટર સાથે પુરેપુરા મુદ્દામાલની રિકવર થતા લોકોએ પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી હતી.