મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત ગત અઠવાડિયાથી નાજુક ચાલી રહી છે. હાલમાં તે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે. ત્યાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલ તરફથી તાજી કોઈ અપડેટ અપાઈ નથી. શુક્રવારે સવારૈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેટલીના હાલચાલ પુછવા એઈમ્સ પહોંચ્યા હતા.

આપને જણાવી દઈએ કે 9 ઓગસ્ટે તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમને મળવા પહોંચ્યા હતા. ત્યારે એઈમ્સએ કહ્યું હતું કે જેટલી હેમોડાયનૈમિક્લી સ્ટેબલ છે. મેડિકલ સાયન્સમાં તેનો મતલબ થાય છે કે દર્દીના બ્લ્ડ પ્રેશર અને પલ્સ ઠીક કામ કરી રહ્યા છે.

જેટલીની બીમારીને લઈને સાફ રીતે કાંઈ ખબર નથી પડી રહી પણ સૂત્રો કહે છે કે તેમના ફેફસાઓમાં વારંવાર પાણી જમા થઈ રહ્યું છે, જેને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તબીબી સૂત્રોનું એવું પણ કહેવું છે કે તેમને સોફ્ટ ટિશૂ સરકોમા થયો છે, જે એક પ્રકારનું કેન્સર હોય છે અને ક્યાંકને ક્યાંક તેના કારણે તેમને આ સમસ્યા છે.

જેટલી પહેલાથી જ ડાયાબીટીઝના દર્દી છે. તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવાઈ હતી અને થોડા દિવસો પહેલા તેમને સોફ્ટ ટિશૂ કેન્સરની બિમારીની જાણ થઈ હતી. તેમણે મેદસ્વીતાથી છૂટકારો મેળવવા માટે બૈરિએટ્રીક સર્જરી પણ કરાવેલી હતી.