મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ ધનની દેવી એટલે લક્ષમી દેવી દિપાવલીના દિવસે લક્ષમીજીની પુજાનું વિશેષ મહત્વ રહેલુ છે. ત્યારે પોરબંદરમાં દિપાવલીના પાવન દિવસે મહાલક્ષમીજીના મંદીરે ચલણી નોટોના શણગારના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ર૧ લાખની ચલણી નોટોથી આ શણગાર કરવામાં આવ્યો હતો.

પોરબંદરમાં એમજી રોડ ઉપર આવેલા મહાલક્ષમીજીના મંદિરે દિપાવલીના દિવસે વહેલી સવારે મહાપુજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  તો સાથે મહાલક્ષમીજીનું ર૧ લાખની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. રૂપીયા ૧ થી લઈ અને ર૦૦૦ સુધીની નવી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. તમામ નોટો નવી હતી, મંદિરના ર્ગભગૃહને ચલણી નોટોનો અદભુત શણગાર  જોઈ શ્રધ્ધાળુઓ અભીભુત થઈ ગયા હતા.

મંદિરના ટ્રસ્ટી દીનેશભાઈ ત્રીવેદીના જણાવ્યા અનુસાર આ ચલણી નોટોની રકમ મંદિરના ટ્રસ્ટની હોય છે  માત્ર નવી નોટો લાવી અને તેનો શણગાર કરવામાં આવે છે. નવી નોટો માટે બેક અને ચેમ્બર્સ ઓફ કોમર્સના વેપારીઓનો  સહકાર મળે છે જેના કારણે ૧૧ વર્ષથી આ ચલણી નોટોના દર્શનનું આયોજન દિપાવલીના દિવસે કરવામાં આવે છે.

પોરબંદરના મહાલક્ષમીજીના મંદિરે દિપાવલીના દિવસે માહપુજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખારવા સમાજના પ૧ દંપતિઓ પુજામાં જોડાયા હતા અને મહાલક્ષમીજી પુજા કરી અને ઘન્યતાની લાગણી અનુભવી હતી. પોરબંદરમા આવેલું મહાલક્ષમીજીનુ મંદીર ૧૯૦  વર્ષ  જુનુ છે. અહીં છેલ્લા ૧૧ વર્ષથી ધનતરેસથી લાભપંચમ સુધી વિવિધ દર્શનનું આયોજન કરવામાં આવે છે આજે દિવાળીના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડયા હતા.