મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આર્ટિકલ 370 પર કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તેના પર ચર્ચાઓ ચાલી છે. દરમિયાન તે સંદર્ભે પૂર્વ સોલિસિટર જનરલ અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર હરિશ સાલ્વેનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે સરકારે સંવિધાનના આર્ટિકલ 370ને નહીં, પણ અનુચ્છેદ 35એ સહિત તેની જોગવાઓને રદ્દ કરી છે.

સાલ્વેએ સુપ્રિમ કોર્ટમાં મીડિયા સાથે વાતચિતમાં કહ્યું કે, કલમ 370 કહે છે કે તેના અંતર્ગત જોગવાઈઓને રાષ્ટ્રપતિના આદેશ વારા લાગુ કરાશે. 1954માં રાષટ્રપતિના આદેશ દ્વારા આર્ટિકલ 35એને સંવૈધાનમાં શામેલ કરાયો હતો. આજે તે જ આદેશને રદ્દ કરવામાં આવ્યો છે.

રાજ્યની સીમાઓને ફરીથી નિર્ધારિત કરવા કે રાજ્યના પુનર્ગઠન પર સરકારના વિધેયક પર સાલ્વેએ કહ્યું, રાજ્યને બે ભાગોમાં વેચવાથી સંબંધિત વિધેયકને સંસદમાં બે વાર રજુ કરાશે. વિધેયકનું મહત્વ ત્યારે જ હશે જ્યારે સંસદમાં પસાર થશે... આ એક રાજનૈતિક નિર્ણય છે. આર્ટિકલ 35એ અનુસાર, રાજ્યની એસેમ્બલીને જમ્મુ તથા કશ્મીરના સ્થાયી નાગરિકોના દરજ્જાને પરિભાષિત કરવાનો અધિકાર છે.

વર્ષ 1954માં રાષ્ટ્રપતિના એક આદેશથી તેને સંવિધાનમાં શામેલ કરાયો હતો. તેના અનુસાર, કોઈપણ બહારનો વ્યક્તિ (રાજ્ય બહાર) કશ્મીરમાં સંપત્તિ ન ખરીદી શકે અને રાજ્યમાં નોકરી ન કરી શકે. આ આર્ટિકલ રાજ્યની મહિલા નાગરિકોને પણ કોઈ બહારની વ્યક્તિ સાથે લગ્ન કરવાની સ્થિતિમાં રાજ્યમાં કોઈ પણ સંપત્તિના અધિકારથી વંચિત કરે છે. તેને એક અરજીના દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારાયો પણ છે. અદાલતમાં આર્ટિકલ 35 એને પડકાર આપતી છ અરજીઓ ફાઈલ કરવામાં આવી છે.