મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુ-કાશ્મીર: જમ્મુ વિભાગના સામ્બામાં રામગઢ નજીક લશ્કરી વાહન પલટી જતા 10 સૈનિકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં છ જવાનને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે ચાર સૈનિકોને લશ્કરી હોસ્પિટલમાં રિફર કરાયા છે.

જણાવી દઈએ કે  વરસાદ પછી, રસ્તા પર માટી આવી જવાથી રસ્તો ખૂબ લપસણો બની ગયો. દરમિયાન સવારે ચાર વાગ્યે લશ્કરી વાહન રામગઢ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું. અચાનક ટાયર લપસી જતા સૈન્ય વાહન અકસ્માતનો શિકાર બન્યો.

આ દરમિયાન સૈન્ય વાહનમાં સવાર 10 જવાન ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને રામગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં છ જવાનને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જો કે ચારે જવાનોની હાલત જોઇને તેઓને જમ્મુની સૈન્ય હોસ્પિટલમાં રિફર કરાયા છે. સુરજીત રૈના, મનવાર હુસેન, સુબેદાર દિપક રૈના અને કોન્સ્ટેબલ સુરેન્દ્ર શર્માના જવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.