મેરાન્યૂઝ નેટવર્ક, પુલવામા: સીઆરપીએફના 40 જવાન આતંકવાદી હુમલામાં શહીદ થયા બાદ આતંકીઓ સામે ઑપરેશન શરુ કરાયુ છે. જેમાં ગત મોડી રાતથી આજે સોમવાર સવાર સુધી ચાલેલ અથડામણમાં 55 રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષાદળોને ગત રાત્રે માહિતી મળી હતી કે પુલવામાના પિંગલિના વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયા છે. જ્યાર બાદ ગત રાત્રે 12 વાગ્યાથી આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે ફાયરિંગ શરુ થયુ હતું. જેમાં એક  મેજર સહિત ચાર જવાન શહીદ થયા. આ તબામ જવાન 55 રાષ્ટ્રીય રાઇફલ્સમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયુ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે તથા ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા બાદ દેશના શહેરો અને ગામડાઓમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે તથા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની લોકો વડાપ્રધાન મોદીને અપીલ કરી રહ્યા છે.