મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સેનાનું એક હેલીકોપ્ટર મંગળવારે રંજીત સાગર ડેમ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ સેનાનું એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર હતું, જોકે તેમના બંને પાયલટ સુરક્ષિત છે. સેનાના સૂત્રોનું કહેવું છે કે વેપન સિસ્ટમથી લેસ આ હેલીકોપ્ટર પઠાણકોટ પંજાબથી ઉડ્યું હતું અને નિયમિત ઉડાન દરમિાયન આ ઘટના બની હતી. આ હેલીકોપ્ટરમાં કેટલાક લોકો બીજા સવાર હતા તે અને આ ઘટના ટેક્નીકલ કારણોથી થઈ કે કોઈ બીજા કારણથી બની તેના પર હજુ જાણકારી મળી શકી નથી.