મેરાન્યૂઝ નેટવર્ક.તમિલનાડુ: તમિલનાડુના નીલગિરી જિલ્લામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે.આ હેલિકોપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમનો સ્ટાફ અને પરિવારના સભ્યો સહિત 9 લોકો સવાર હતા. આ અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે બે બચવામાં સફળ થયા છે. ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

Mi-શ્રેણીના હેલિકોપ્ટરે સુલુર આર્મી બેઝ પરથી ઉડાન ભરી હતી, તેના થોડા સમય બાદ તે નીલગીરીમાં ક્રેશ થયું હતું. તે વેલિંગ્ટન ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટ તરફ આગળ વધી રહ્યું હતું. સ્થાનિક ટીવી ચેનલ પર ક્રેશ સ્થળની તસવીરોમાં હેલિકોપ્ટરના કાટમાળની સાથે ભારે ધુમાડો અને આગ જોવા મળી હતી.

અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે વીવીઆઈપી હેલિકોપ્ટરમાં હોય છે ત્યારે હેલિકોપ્ટર ઉડાવવાના નિયમો તદ્દન અલગ હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાની કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં આગામી સમયમાં અકસ્માતનું કારણ જાણવા મળશે.

Advertisement


 

 

 

 

 

સાથે જ એરફોર્સ ચીફ પણ ઘટનાસ્થળે જઈ રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ તમામ લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘટના બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ બિપિન રાવતના નિવાસ સ્થાન 5 કામરાજ માર્ગ પર પહોંચ્યા હતા.