મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: આયેશાના આપ ઘાત બાદ તેની જિંદગી પર અનેક નવા ખુલાસા થઈ રહ્યાં છે. તેણીએ આપ ઘાત કરતા પહેલા એક વીડિયો બનાવીને પતિની પોલ ખોલી હતી. હાલ તેના પતિ આરીફની તો ધરપકડ થઈ ગઈ છે. પરંતુ લગ્ન બાદ આરીફની હરકતો કેવી હતી તેના વિશે ખુલાસા થઈ રહ્યાં છે. આરીફ ખાન આઈશાને નફરત કરતો હોવાનું સામે આવ્યું છે. જેનો ખુલાસો ખુદ આરીફે દુનિયાની સામે પણ કર્યો છે. આયેશાના પતિ આરીફ ખાને પત્નીને ટીકટોક બનાવી જાહેરમાં ચેલેન્જ આપી હતી.

આરીફખાને ટિકટોક બનાવી આયેશાને નફરત કરતો હોવાનું સામે આવ્યું છે. આરીફ ટિકટોક પર વીડિયોમાં કહી રહ્યો છે કે, તુમ્હારી કસમ ખાકે કહેતા હું. યે ચહેરા અબ જિંદગીમાં કભી નહિ દેખોગી. ઔર દેખના, એક ના એક દિન ઐસા આયેગા, જબ તુમ્હારે પાસ દુનિયા કી સારી ખુશી હોગી. પર તુમ ખુશ નહિ હોગી. ઔર તુમ રોઓગી. તડપોગી, પર ખુશી કી ઝલક તક તુમ્હારી જિંદગી મેં નહિ હોગી. લેકિન તબ તક મેં અકેલે ખુશ રહેના શીખ ચૂકા હોઉંગા.


 

 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસે રાજસ્થાનમાંથી આયેશાના પતિની ધરપકડ કરી છે. રિવરફ્રન્ટ પોલીસ રાજસ્થાનમાં પહોંચી હતી. અને લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાન પોલીસની મદદથી આરીફને પોલીસે ઝડપી પાડયો છે. આરીફ ખાનની ધરપકડ થતા હવે રિવરફ્રન્ટ પોલીસ આરીફને અમદાવાદ લઈને આવશે. આયેશાના આપઘાત સમયે આરીફ રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હતો. અને ત્યારબાદ આરીફ ફરાર થઈ ગયો હતો. આયેશાના આપઘાત પહેલાનો વીડિયો વાયરલ થતા  પતિ આરીફ સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે. ત્યારે બીજી તરફ પોલીસ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]