મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘ મહેર સો ટકા થઇ હોવા છતાં લોકોને અત્યારથી જ પીવાના પાણી માટે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડા તાલુકાના મઉ ગામે લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. તંત્રની ગોર બેદરકારી હોવાનો સ્થાનિક લોકોએ વિરોધ કરી મહિલાઓ એ છાજિયા લઇ વિરોધ દર્શાવ્યો હતો. ગામના રોહિત અને ચેનમાં ફળિયામાં સાત દિવસે પણ પાણી ન મળતા ગામની મહિલાઓએ માટલા ફોડીને સરપંચ અને વૉર્ડના સભ્યોના છાજિયા લીધા હતા. પીવાનું પાણી ન મળતા મહિલાઓએ પંચાયત પહોંચી હતી અને ગ્રામ પંચાયત સામે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો.