મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલલ્લી જિલ્લામાં ઇવીએમ-વીવીપેટના સંગ્રહ માટેનું વ્હેર હાઉસનું ઉદ્ધાટન કરવામાં આવ્યું  હતું અરવલ્લી જિલ્લા પંચાયતના પરિસરની જગ્યામાં  નવનિર્માણ થયેલા વેર હાઉસને જીલ્લા કલેક્ટર એમ.નાગરાજનએ ખુલ્લુ મુક્યુ હતું  ભારતીય ચૂંટણી પંચ તરફથી ઇવીએમ તેમજ વીવીપેટ મશિનના સંગ્રહ માટે ખાસ વેર હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જીલ્લા કલેક્ટર એમ.નાગરાજન ના જણાવ્યા અનુસાર,અંદાજે 2.75 કરોડના ખર્ચે અને ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કુલ ચોવીસ જેટલા સ્ટ્રોંગ રૂમ તેમજ પાંચ હજાર જેટલા બેલેટ યુનિટ, પાંચ હજાર જેટલા કંટ્રોલ યુનિટ સહિત ઇવીએમ તેમજ વીવીપેટ સુરક્ષિત રાખી શકાશે વેર હાઉસ પરના સ્ટ્રોંગ રૂમ તેમજ આજુબાજુનો વિસ્તાર ચોવીસ કલાક સીસીટીવીની નિગરાની હેઠળ રહશે વેર હાઉસના લોકાર્પણ પ્રસંગે નાબય જિલ્લા ચૂંટણી અધિકારી પી.સી.દવે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હર્ષિત ગોસાવી સહિતના અધિકારી સહિત અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.