મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં સરકારી કચેરીઓ માં વહીવટદારો અને વહીવટ વગર કોઈ પણ ફાઈલ કે કાગળિયું આગળ વધતું નથી અને જિલ્લામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે જીલ્લામાં સરકારી કચેરીઓમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ લાંબા સમય થી વચોટિયાની બોલબાલા વધી ગઈ છે. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે ત્યારે અરવલ્લી એસીબી પીઆઈ વણઝારા અને તેમની ટીમે જીલ્લા ટાઉન પ્લાનીંગ અધિકારી કિરીટ રાવલના વચોટિયા પ્રતીક જયસ્વાલ નક્શા માટે બે હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે દબોચી ટાઉનપ્લાનિંગ અધિકારી કિરીટ રાવલે લાંચની રકમનું ફોન પર સ્વીકારતાની સાથે એસીબીની ટીમ જિલ્લા સેવાસદન કચેરીમાં આવેલ ટાઉન પ્લાનીંગ કચેરીમાં ત્રાટકી કિરીટ રાવલને દબોચી લીધો હતો. એસીબીની ટ્રેપ થી કિરીટ રાવલના મોતિયા મરી ગયા હતા.  

અરવલ્લી જીલ્લા ટાઉન પ્લાનિંગ કચેરી જીલ્લા ટાઉન પ્લાનિંગ અધિકારી તરીકે કિરીટ રાવલે ચાર્જ સાંભળતાની સાથે ભ્રષ્ટાચારથી ખદબદી ઉઠી હતી અને વચેટિયાઓથી ધમધમી ઉઠી હતી. જીલ્લામાં પ્લાન પાસ કરાવવા માટે બિલ્ડોરો પાસેથી ખુલ્લેઆમ લાખ્ખો રૂપિયાની લાંચ લેવામાં આવતી હોવાની બૂમો ઉઠી હતી. ત્યારે એક જાગૃત નાગરિક નકશો લેવા ટાઉન પ્લાનિંગ કચેરીમાં જતા નકશાની નકલ માટે બે હજાર રૂપિયાની લાંચ ટાઉન પ્લાનીંગ અધિકારી કીરીટ રાવલે માંગતા અને નકશાની નકલ માટે નકશા કાઢી આપવાનું કામકાજ કરતા વચોટિયા પ્રતીક જયસ્વાલનો સંપર્ક કરવાનું જણાવતા જાગૃત નાગરીક સમસમી ઉઠ્યો હતો. અને લાંચિયા અધિકારી કિરીટ રાવલ અને તેના વચોટિયાને પાઠ ભણાવવા અરવલ્લી એસીબી અધિકારી વણઝારાનો સંપર્ક કરતા અરવલ્લી એસીબી ટીમે છટકું ગોઠવી વચોટિયાને જાગૃત નાગરિક પાસેથી ૨ હજાર રૂપિયા લેતો રંગે હાથે દબોચી લઇ લાંચની રકમ મળી ગઈ હોવાનું ટાઉન પ્લાનિંગ અધિકારી કિરીટ રાવલએ ફોન પર સ્વીકારતા તાબડતોડ એસીબી પીઆઈ વણઝારા અને તેમની ટીમે ટાઉન પ્લાનીંગ કચેરીમાં ત્રાટકી કિરીટ રાવલને દબોચી લઈ સફળ ટ્રેપ કરતા સરકારી કર્મચારીઓ માં ફફડાટ ફેલાયો હતો.

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં સરકારી કચેરીઓમાં ખુલ્લેઆમ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ અરજદારો અને પ્રજાજનો સરકારી કામકાજ માટે ખંખેરી રહ્યા છે. લાંચ ન આપનાર અરજદારનું કામકાજ ટલ્લે ચઢાવી લાંચ આપવા મજબુર બનાવતા હોવાનું જગજાહેર છે.