મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પાર્ટીઓ પ્રચારમાં મશગુલ બની છે રાજ્યમાં ધો.૯ થી ૧૨ નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે હજુપણ વાલીઓ કોરોનાના ડરના પગલે શાળાએ બાળકોને મોકલાવવા તૈયાર નથી શાળાઓ શરૂ થતા કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. પ્રાંતિજમાં કોરોનાએ ફરી વકરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાંતિજની બે ખાનગી શાળાના એક મહીલા સહિત પાંચ શિક્ષકોનો રીપોર્ટ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં શિક્ષણ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. મેઘરજ નગરમાં કોરોનાનું સંક્રમણ પાછું વધી રહ્યું છે મેઘરજના એક જ વિસ્તારનાં ૬ લોકો કોરોના પોઝેટીવ હોવાનું બહાર આવતા મેઘરજ જુના બજાર વિસ્તારમાં વેપારીઓ અને લોકોએ સ્વયંભૂ બંધ રાખ્યું છે અરવલ્લી-સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે લોકો પણ માસ્ક પહેરવામાં બેદરકારી દાખવી રહ્યા છે તો સોશ્યલ ડિસ્ટન્સ તો હવે કોરણે મૂકી દેતા આગામી સમયમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી શકે છે.

વૈશ્વિક કોરોના વૈશ્વિક મહામારીમાં ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતા છેલ્લા એક વર્ષથી બંધ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું  તેને શરૂ કરવામાં આવ્યું છે આજથી રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં ધો.૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ધો.૬ થી ૮માં નોંધાયેલ વિદ્યાર્થીઓના શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું જો કે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની ખુબ પાંખી હાજરી જોવા મળી હતી.


 

 

 

 

 

છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ ઓછા નોંધાતા સરકાર દ્વારા કેટલાક વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે જયારે બીજી તરફ ૨૮ ફેબુ્રઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ વિવિધ પક્ષોના કાર્યકરોએ પોતાને જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે પ્રાંતિજ તાલુકામાં કોરોનાએ ફરી વકર્યો છે.પ્રાંતિજ તાલુકાની બે ખાનગી શાળાઓમાં એક મહિલા સહિત પાંચ શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શિક્ષણ આલમ અને વિદ્યાર્થી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંતીજ  શહેરમાં સીનેમા રોડ પર આવેલી સર્વોદય વિદ્યાલયમાં એક મહિલા આચાર્ય સહિત અન્ય ત્રણ શિક્ષકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે જયારે એકસપરિમેન્ટલ હાઈસ્કૂલના બે શિક્ષકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં પ્રાંતિજમાં એક મહિલા સહિત પાંચ  શિક્ષકોનો કોરોના રીર્પોર્ટ  પોઝિટિવ આવતાં પ્રાંતિજ શહેરમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓમા પણ ચિંતા જોવા મળી છે જયારે બીજી તરફ કેટલાક બાળકો હજુ પણ શાળામાં માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળ્યા હતા.

આ અંગે પ્રાંતિજ તાલુકાના આરોગ્ય અધિકારીને પૂછતાં તે પ્રાંતિજમાં શિક્ષકોને કોરોનાના કેસ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. પ્રાંતિજ શહેરના બજારોમાં પણ લોકો કોરોના ચાલ્યો ગયો હોય તેમ માસ્ક બાંધ્યા વિના ખૂલ્લે આમ ફર્યા કરે છે જયારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પોતાના ઉમેદવારી પત્રો ભરવા ઉમેદવાર મોટી સંખ્યામાં લઈને આવતા હતા તેથી હજુ પણ કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહિ.