મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા દારૂની  હેરાફેરી કરતાં આવા વાહનો સાથે બુટલેગરોને પકડી પાડવામાં આવે છે. મોડાસા રૂરલ પોલીસે અંતરીયાળ વિસ્તાર એવા બાકરોલ નજીકથી બાતમીના આધારે એકસેન્ટ કારમાંથી ૨૭ હજારથી વધુનો વિદેશી દારૂ સાથે તલોદ ગ્રામ્ય વિસ્તારના ત્રણ બુટલેગરોને દબોચી લીધા હતા. બુટલેગરો રાજસ્થાન માંથી કાર જેવા નાના વાહનો મારફતે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગનો ઉપયોગ કરી વિદેશી દારૂની રાજ્યમાં ઠાલવવા સક્રીય થયા છે. 

મોડાસા રૂરલ પીઆઈ એમ.બી.તોમર અને તેમની ટીમે પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત દારૂની હેરાફેરી અટકાવવા દોડાદોડી કરી બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી રહ્યા છે. રૂરલ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજસ્થાન તરફથી એક્સેન્ટ કારમાં વિદેશી દારૂ ભરી બુટલેગરો પસાર થવાના હોવાની બાતમી મળતા ઈસરોલ થી બાકરોલ જતા રોડ પર વોચ ગોઠવી દીધી હતી. બાતમી આધારીત કાર આવતા પોલીસે કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની -બીયર ટીન નંગ-૧૪૬ કીં.રૂ.૨૭૬૦૦ સાથે ત્રણ બુટલેગરોને દબોચી લઇ વિદેશી દારૂ, મોબાઈલ,કાર મળી કુલ રૂ.૨૩૬૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

તલોદના બે જુદા-જુદા ગામના ત્રણ બુટલેગરો કોણ કોણ છે વાંચો 

૧)જીતેન્દ્રસિંહ ફુલસિંહ રાઠોડ (પાસીના મુવાડા, તલોદ-સાબરકાંઠા)
૨)જશવંતસિંહ રામસીંહ પરમાર ( નાના ચેખલા, તલોદ-સાબરકાંઠા)
૩)કીસ્મતસિંહ નંદુસિંહ ચૌહાણ (નાના ચેખલા, તલોદ-સાબરકાંઠા)