મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : ધરતીનો તાત કહેવાતો ખેડૂત મોંઘા દાટ બિયારણો, દવાઓ લાવીને રાત દિવસની મહા મહેનત બાદ ખેત પેદાશો મેળવતા હોય છે. તેમાંય કુદરત સાથ ન આપે ત્યારે ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડતી હોય છે અને રોવાનો વારો આવતો હોય છે અને બાદમાં ખેત પેદાશોના યોગ્ય ભાવ ન મળે કે વેચ્યા બાદ સમયસર નાણાં ન મળે ત્યારે સહનશક્તિની હદ આવી જતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ વેચેલ ટેકાના ભાવે મગફળીના નાણાં ન મળતાં ધરતીપુત્રોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જીલ્લાના ૯ હજાર ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી હતી પણ નોંધણીમાં બેંક માહિતીમાં મુશ્કેલીના કારણે હવે એક મહિનાથી અનેક ખેડૂતોનું પેમેન્ટ અટવાયું છે.

Advertisement


 

 

 

 

 

કમોસમી વરસાદ અને વધતા ખાતરના ભાવ ખેડૂત માટે દરરોજ મુશ્કેલી સર્જી રહ્યા છે.ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કર્યા બાદ સતત ખરીદી પર ગ્રહણ લાગ્યું છે.ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં નોધણી માં ભૂલોના કારણે ખેડૂતોના મગફળીના પેમેન્ટ અટવાયા છે.મોડાસા તાલુકાના ટિંટોઈ ગામના ખેડૂતોએ પોતાની થયેલી તકલીફ સામે રોષ ઠાલવ્યો હતો. તંત્રની બેદરકારીના કારણે બેંકની માહિતીમાં ભૂલ આવતા તેમનું પેમેન્ટ અટવાયું છે.મામેરું ભરવા માટેનું આયોજન ખોરવાઈ જતાં ખેડૂત રોષે ભરાયો છે.અન્ય ખેડૂતો પણ રવિસિઝનમાં ઘઉં અને બટાકા માટે ખાતરની જરૂરિયાત છે ત્યારે રૂપિયાની જરૂરિયાત વખતે મગફળીની ચુકવણી નહિ થતાં આફત સર્જાઈ છે.મગફળી ટેકાના ભાવે નોધણી વખતે અપાયેલી માહિતીમાં નોંધમાં બેદરકારી કરવામાં આવતા ખેડૂતો હવે રોષે ભરાયા છે.