મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ દ્વારા સતત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની જીલ્લામાં અરસ-પરસ બદલીનો ગંજીફો છીપી રહ્યા છે લોકડાઉંન અનલોક બાદ જીલ્લામાં ફરજ બજાવતા ૪ પોલીસ કર્મચારીઓની જીલ્લા ફેર બદલી કરી મહેસાણા મોકલી આપવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે જીલ્લામા અનેક પોલીસકર્મીઓ અમુક ખાતામાં અને પોલીસ સ્ટેશનમાં વર્ષોથી એકનેક જગ્યાએ ફરજ બજાવી રહ્યા હોવાથી તેમનો દબદબો જોવા મળી રહ્યો છે ત્યારે જીલ્લા પોલીસતંત્રમાં દબદબો ધરાવતા ૪ પોલીસ કર્મિઓની જિલ્લા ફેર બદલી કરી દેવામાં આવતાં કહી ખુશી કહી ગમ જોવા મળ્યો હતો પરંતુ અમુક મહત્વની શાખાઓમાં વર્ષો વર્ષથી એકજ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરવામાં ન આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

અરવલ્લી જીલ્લા એસપી મયુર પાટીલે જીલ્લામાં ફરજ બજાવતા ૧) કીર્તિ કુમાર અળખાજી,૨) નાનજીભાઈ સવજીભાઈ, ૩) રાજેન્દ્રકુમાર સવજીભાઈ અને ૪)વીરભદ્રસિંહ પદમસિંહ નામના પોલીસકર્મીઓની જાહેરહિતમાં જીલ્લા બહાર મહેસાણા ખાતે બદલી કરવામાં આવતાં પોલીસબેડામાં દબદબો ધરાવતા પોલીસકર્મીઓના પેટમાં તેલ રેડાયું છે અરવલ્લી પોલીસતંત્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમુક પોલીસ કર્મીઓ અણનમ ગણાતા હતા તેમની ગમે તે કારણે બદલી થતી નહોતી  અને જો બદલી થાય તો પણ પ્રતિનિયુક્તિ ઉપર કે અન્ય રીતે તેઓ પરત આ જ શાખામાં આવી જતા હોવાથી પોલીસકર્મીઓમાં જેને લઈ છૂપો રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જીલ્લામાં ચાર્જ સાંભળતાની સાથે પોલિસકર્મીઓની બદલીઓનો સતત ગંજીફો છીપી વર્ષોથી એક જ પોલીસ સ્ટેશન કે શખામાં ફરજ બજાવતા કર્મીઓની બદલીઓ કરવાની શરુ કરતા પોલીસતંત્રમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે.