જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે જીલ્લા પોલીસ કટિબધ્ધ બની છે વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાયેલા અને વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકોને ન્યાય મળે અને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ધિરાણ ધરી વ્યાજ વસૂલી કરતા લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરે તે માટે જીલ્લા પોલીસવડા સંજય ખરાતની ઉપસ્થિતીમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં  લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી સંજય ખરાતે અરજદારોને સાંભળ્યા હતા લોક દરબારમાં ટાઉન પીઆઈ નિતીમીકા ગોહિલ, રૂરલ પીઆઇ મુકેશ તોમર અને ધનસુરા પીએસઆઈ ચૌહાણે અરજદારો પાસેથી માહીતી લીધી હતી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે વ્યાજખોરી દુષણ ડામવા શું કહ્યું જુઓ VIDEO.

જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થીક સંકડામણના કારણે પોતાના સારા નરસા પ્રસંગો ઉકેલવા અને જરુરીયાતો પુરી કરવા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણા મેળવતા હોય છે. જેનો ફાયદો ઉઠાવી વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે. અને જો વ્યાજ કે મુદલ ન ચુકવી શકાય તેની મિલ્કતો ગેર કાયદેસર રીતે ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે.પરંતુ સામાન્ય વ્યક્તિઓ તેમના ડરના કારણે પોતાના જીવનનો અંત આણી દેતા હોય છે. કેટલાક પરિવારો ઘરબાર ત્યજી વ્યાજંકવાદીઓના ત્રાસથી પલાયન થઇ જવા મજબુર બને છે.

Advertisement


 

 

 

 

 

અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરોનો આતંક વધતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતની ઉપસ્થિતીમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીના દુષણને ડામવા લોક દરબાર યોજાતા ૪૦ થી વધુ અરજદારો લોક દરબારમાં પહોંચ્યા હતા અને એસપી સહીત અન્ય પોલીસ અધિકારીઓએ અરજદારોને સાંભળ્યા હતા અને વ્યાજખોરો સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા અપાતા અરજદારો પણ આશાનું કીરણ લઇ હસતા મોઢે ઘરે પરત ગયા હતા.

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે મોટા ભાગે ગરીબ લોકો વ્યાજખોરીનો વધુ ભોગ બનતા હોય છે અને પોલીસ પાસે જતા ડર તા હોવાથી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ મોડાસા ટાઉન,રૂરલ અને ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકો માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો અને આગામી સમયમાં જીલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીના દુષણને ડામવા લોક દરબાર યોજવામાં આવશે અને વ્યાજખોરીનું દુષણ દૂર કરવા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.