મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ચાર્જ સંભાળતા ની સાથે જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો ગંજીપો છિપાવાનું ચાલુ કર્યું છે હજુ પણ યથાવત રહ્યું છે. વધુ એકવાર  જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા ૩ પી.આઈ અને ૨ પીએસઆઈ ની સાગમેટે બદલી કરતા જીલ્લા પોલીસતંત્રમાં વધુ એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. જીલ્લા પોલીસવડાએ છિપેલા બદલીના ગંજીપા થી “કહી ખુશી કહી ગમ” જેવો માહોલ પોલીસબેડામાં જોવા મળ્યો હતો હતો.  છેલ્લા કેટલાય સમય થી એ.એસ.આઈ ના ચાર્જમાં જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં  પીઆઈ ની નિમણુંક થતા જીલ્લામાં  કથળેલી ટ્રાફિક નિયમનન સ્થિતિમાં સુધારો આવશે તેવો આશાવાદ વાહનચાલક અને લોકો સેવી રહ્યા છે. 

મંગળવારે જીલ્લા એસપી મયુર પાટીલે ત્રણ પીઆઇ અને બે પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી જેમા ૧) એલસીબી પીઆઇ મનીષ વસાવાની જીલ્લા ટ્રાફિક પીઆઈ અને સીપીઆઈ મોડાસાનો વધારાનો ચાર્જ,૨)પીઆઈ આર.કે.પરમાર ને લીવ રિઝર્વમાંથી જીલ્લા એલસીબી,૩)મોડાસા મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ એફ.એલ.રાઠોડને સીપીઆઈ મોડાસાના ચાર્જમાથી હટાવી આંબલીયારા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપવા આવ્યો છે. 

૨ પીએસઆઈ ની પણ અરસ-પરસ બદલી કરવામાં આવી છે ૧)આંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર.પટેલ જીલ્લા એલ.આઈ.બી શાખામાં અને ૨) એસ.ઓ.જી પીએસઆઈ એ.એમ.દેસાઈ ની બદલી શામળાજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત પોલીસવડા દ્વારા થઈ રહેલી બદલીઓનું ગણિત સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. મંગળવારે જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ૩ પીઆઈની અને બે પીએસઆઇ ની  તાત્કાલિક અસરથી જાહેરહિતમાં બદલી કરતાં પોલીસતંત્રમાં ફરજબજાવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. સતત પોલીસબેડામાં થઇ રહેલી પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ થતાં પોલીસકર્મીઓને પરિવારજનો પણ વિમાસણમાં મુકાઈ રહ્યા છે.