મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : ગુજરાતીમાં કહેવત છે “લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે” એમ વગર જાહેરાત,અરજી,ઈન્ટરવ્યુંએ સરકારી નોકરીની લાલચમાં આવી અનેક લોકો લાખ્ખો રૂપિયા ગુમાવવાનો વારો આવતો હોય છે. બેરોજગાર યુવક-યુવતીઓ છેતરાયા પછી પારાવાર પસ્તાવો કરવા સિવાય કઈ બચતું નથી. આવી જ એક ઘટના અરવલ્લી જીલ્લામાં બહાર આવી હતી જેમાં ભિલોડાના ખારી અને નાપડા ગામના પાંચ જણાને સરકારી નોકરીના બોગસ ઓર્ડર પધરાવી રૂપિયા ૩ લાખ પડાવી છેતરપીંડી આચરનાર  ૪ ગઠીયા વિરૂધ્ધ શામળાજી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ હતી. 

અરવલ્લી જીલ્લામાં સરકારી નોકરીની લાલચ આપી બેરોજગારો સાથે છેતરપીંડી કરતી દાહોદની ગેંગ સક્રીય થતા જિલ્લા પોલીસવડા સંજય ખરાત ચોકી ઉઠ્યા હતા અને આ ગેંગ રાજ્યના અન્ય બેરોજગાર યુવા ને ટાર્ગેટ ન બનાવે તે માટે એસઓજી પોલીસને માર્ગદર્શન આપી ચીટર ગેંગને ઝડપી પાડવા તપાસ સુપ્રત કરતા એસઓજી પોલીસે વીવીધ ટિમો બનાવી ચીટર ગેંગને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. 

અરવલ્લી એસઓજી પીઆઈ જે.પી.ભરવાડ અને તેમની ટીમે ભિલોડા તાલુકાના ખારી અને નાપડા ગામના ૪ યુવતીઓ અને એક યુવકને સરકારી નોકરી આપવાના બહાને ચક્રવ્યૂહમાં ફસાવનાર ૧)સુરેશ રામસીંગ ભુરીયા (રહે,પાટીયા,ગરબડા-દાહોદ),૨)અમીત સત્યેન્દ્રપ્રકાશ શર્મા (રહે,વડોદરા),૩)શૈલેશ બચુભાઈ ડામોર (રહે,નાંદવા,ગરબડા-દાહોદ),૪)લાલા નાનજીભાઈ મેડા (રહે,હાજીપુર,સાબરદાણ ફેકટરીના ગેટની બાજુમાં,હિંમતનગર , મૂળ રહે,નેલસુર-ગરબડા-દાહોદ)ને દબોચી લીધા હતા અને ૫ મોબાઇલ અને એક લેપટોપ કબ્જે કરી એસઓજી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ ઠગસ ઓફ દાહોદ ગેંગે રાજ્યના અરવલ્લી,સાબરકાંઠા,દાહોદ,વડોદરા,મહીસાગર અને ખેડા જીલ્લાના ૫૩ જેટલા બેરોજગાર યુવક-યુવતીઓને ખાણખનીજ,રેવન્યુ, સચિવાલય,હાઉસીંગ બોર્ડ અને પોલીસ વિભાગમાં સરકારી નોકરીના ખોટા નિમણુક ઓર્ડર આપી ઉચ્ચ અધિકારીના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરી ૬૦ લાખ જેટલી રકમ ખંખેરી લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની સતર્કતાથી નકલી  સરકારી નોકરીના ઓર્ડર આપી કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થતા જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથધરી હતી. 

Advertisement


 

 

 

 

 

ભિલોડા તાલુકાના ૫ યુવક-યુવતીઓને સરકારી નોકરીની લાલચ આપી કઈ રીતે ફસાવ્યા હતા વાંચો    

ભિલોડા તાલુકાના સંજયભાઈ ધુળાભાઈ ભગોરા એ તેમના ધોરણ-૧૨ પાસ પત્નિ પાયલબેન ને સરકારી નોકરી માટે મૂળ નેલસૂર તા.ગરબાડા(દાહોદ) ના પરંતુ હાલ હિંમતનગર ખાતે સાબરદાણ ફેકટરી ના ગેટ પાસે રહેતા લાલજીભાઈ મેડા સાથે સોદો કર્યો હતો. રાજય સરકારના ખાણ ખનીજ વિભાગમાં સરકારી નોકરી આપવાના આ સોદામાં ઓર્ડર વખતે રૂ.૧ લાખ અને નોકરી ઉપર હાજર થાવ ત્યારે બાકીના રૂપિયા ૩ લાખ આપવાનું નક્કી કરાયું હતું.

પાયલબેન ની  શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ વ્હોટસએપ થી સુરેશભાઈ રાયસીંગ ભૂરીયા રહે.પાટીયા,ગરબડા ને ગાંધીનગર મોકલાવી નિદ્યારીત તારીખે પાયલબેન નો ઓર્ડર લેવા સંજયભાઈ ધુળાભાઈ ભગોરા ગાંધીનગર પહોંચ્યા હતા. અને રૂપિયા ૪૦ હજાર રોકડા અને રૂપિયા ૬૦ હજાર ગુગલ પે થી ખાતામાં ચૂકવી નોકરીનો સહી સીક્કાવાળો ઓર્ડર મેળવ્યો હતો.રાજય સરકારના સેકશન અધિકારીની સહીવાળો ખાણ ખનીજ વિભાગમાં નિમણૂંકનો ઓર્ડર જોઈ સુરેશભાઈ ખુશ થયા હતા. અને ગામમાં જઈ તેમના મિત્ર જયંતિભાઈ સુરેશભાઈ વણજારા ને વાત કરતા અન્ય ૩ ઉમેદવારોને નોકરી અપાવવા લાલાભાઈ નાનજીભાઈ મેડા ને જણાવાયું હતું.

Advertisement


 

 

 

 

 

આ ઉમેદવારોની લાયકાતના સર્ટી. વ્હોટસએપ થી મોકલાવ્યા બાદ નોકરીનો ઓર્ડર આપવા મહુડી ખાતે બોલાવાયા હતા. અને રૂપિયા ૨ લાખ આપી અન્ય બે ઉમેદવારો ના નોકરીના ઓર્ડર મેળવાયા હતા.આ પ્રકરણે નોકરીનો ઓર્ડર ૧ લાખ રૂપિયા આપી મેળવનાર હરીચંદ્રભાઈ વણજારા એ જયારે ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા તેમના સસરા ને આ સહી સીક્કવાળો નોકરીનો ઓર્ડર મોકલ્યો હતો ત્યારે આ ઓર્ડરની ખરાઈ કરતાં આખો ઓર્ડર જ બોગસ હોવાનું અને આ ગઠીયા ઓએ ત્રણેય ઉમેદવારોને છેતર્યા હોવાનું જણાઈ આવ્યું હતું.

આ પ્રકરણે ખારી,તા.ભિલોડા ના સંજયભાઈ ધુળાભાઈ ભગોરા એ શામળાજી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલીસ ઈન્સ્પેકટર જે.પી.ભરવાડે આરોપી લાલાભાઈ નાનજીભાઈ મેડા રહે. સાબરદાણ ફેકટરી ના ગેટ પાસે, હિંમતનગર મૂળ રહે.નેલસૂર, તા.ગરબાડા, જિ.દાહોદ, શૈલેષભાઈ બચુભાઈ ડામોર રહે.નાંદવા, તા.ગરબાડા, અમિતભાઈ સત્યેન્દ્ર પ્રકાશ શર્મા રહે.વડોદરા અને સુરેશભાઈ રાયસીંગભાઈ ભુરીયા રહે.પાટીયા, તા.ગરબડા (દાહોદ) નાઓ વિરૂધ્ધ રૂપિયા ૩ લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.