મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરાજ્ય સરહદો પર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમી રહી છે જીલ્લા એસઓજી પોલીસે મેઘરજના કાલીયાકુવા ગામ નજીકથી બાઈક પર પસાર થતા ત્રણ શખ્શોને અટકાવી તલાસી લેતા દેશી બંદૂક મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી ત્રણે શખ્શો કોઈ ગુન્હાને અંજામ આપે તે પહેલા દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ સઘન તપાસ હાથધરી હતી.
 
અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ જે.પી.ભરવાડ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સઘન ચેકીંગ હાથધરાતા એસઓજી કર્મચારી રાજેશભાઈ,અતુલ ભાઈ અને ઇન્દ્રસિંહ ને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે બાઈક પર શખ્શો ગુજરાતમાં પ્રવેશવાની બાતમી મળતા મેઘરજ કાલીયાકુવા પાસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી રાજસ્થાન તરફથી બાઈક પર આવતા ૧ ) અર્જુનભાઇ પુજાભાઇ ડામોર, ૨ ) સોમાભાઇ હિરાભાઇ ડામોર, ( ૩ પર્વત ઉર્ફે ઘટુસિંગ ભાથીભાઇ ડામોર(તમામ, રહે, ડુકા કેશરપુરા, રાજસ્થાન ) ને અટકાવી તલાસી લેતા તેમની પાસેથી દેશી હાથબનાવટની બંદૂક મળી આવતા ત્રણે શખ્શોને દેશી બંદૂક અને બાઈક કુલ.કી.૩૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.