મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી અનુસુચિત જાતિ સમાજના વરઘોડા પર કેટલાક જાતીગત માનસિક્તા થી પીડાતા અસામાજીક તત્ત્વો હુમલો કરી રહ્યા હોવાની ઘટનાઓ સતત બની રહી છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં સામાજીક સમરસતાના સંયોજક ચંદ્રકાન્ત પટેલે જીલ્લામાં સ્માર્ટ વિલેજ નહીં હોય તો ચાલશે પણ ધ રીયલ વિલેજ હોવું જરૂરી છે ના કોન્સેપ્ટ સાથે આગળ વધી રહ્યા છે. 
  
જેમનો મત પવિત્ર છે તો એમનો વરઘોડો કેમ અટકાવાય ?
   
સમગ્ર ગુજરાત માં  છેલ્લા કેટલાક સમય થી જાતિવાદી વિષમતાઓ વધી રહી છે.કેટલાક ગામો માં જાહેર રસ્તાઓ પર અનુસુચિત જાતી ના વરઘોડા રોકવાની તો ક્યાંક જાનૈયા પર પથ્થરમારો જેવી ઘટનાઓ વધી રહી છે જે ખુબ જ ચિંતાજનક છે. આ પ્રકારે ગામ માં ઉભા થયેલા વેરઝેર આવનાર પેઢી માટે ખુબ જ ગંભીર પરિણામો લાવી શકે છે.


 

 

 

 

 

અરવલ્લી જીલ્લા સામાજિક સમરસતા સંયોજક ચન્દ્રકાન્તભાઈ પટેલ શું કહે છે 

“હાલ ચૂંટણી નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઉમેદવારો દ્વારા ચુટણી પ્રચાર ના પેમ્પલેટ માં લખ્યું હોય છે કે “આપનો કીમતી અને પવિત્ર મત અમને આપી અપાવી વિજયી બનાવો”..જેમનો મત પવિત્ર હોય એવી સજ્જન વ્યક્તિ નો વરઘોડો કેમ અટકાવાય ? જેમનો મત પવિત્ર હોય એમનું દિલ પણ હમેશા પવિત્ર હોય છે.આમ ચુંટણી માં ઉભા ઉમેદવારો એ પણ  વચનબદ્ધ થવું જોઈએ અને સંકલ્પ લેવો જોઈએ “ હું જીતું કે હારું હું મારા ગામ ને જાતિવાદી વિષમતાઓથી દુર કરી ધ રીયલ વિલેજ બનાવીશ”.વધી રહેલી જાતિગત વિષમતાઓ ને દુર કરવા માટે અરવલ્લી સામાજિક સમરસતા સમિતિ દ્વારા “ધ રીયલ વિલેજ” નો કોન્સેપ્ટ મૂકવમાં આવ્યો છે. જે અંગે વધુ માહિતી માટે તેમના મોડાસા બાયપાસ રોડ પર આવેલા સહયોગ પેટ્રોલ પમ્પ પર સામાજીક સમરસતા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે.