મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભોઈ સમાજના ૨ હજાર થી વધુ પરિવારો શીંગોડા અને કમળની ખેતી કરી જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે. રાજ્ય સરકારે શીંગોડા અને કમળની ખેતી માટે વિઘોટી લેવામાં આવી રહી છે. જેમાં વિઘોટીના દર જીલ્લા પંચાયત નક્કી કરતી હોય છે. ઘી સાબરકાંઠા શીંગોડા અને કમળ ઉત્પાદક મંડળી હેઠળ ભોઈ સમાજના પરિવારો શિંગોડા અને કમળની ખેતી કરી રહ્યા છે. ચાલુ સાલે અરવલ્લી જીલ્લા પંચાયતના સંબંધિત કચેરી દ્વારા વિઘોટીના દરમાં ગત વર્ષ કરતા ત્રણ થી ચાર ગણો વધારો કરતા ભોઈ સમાજમાં આક્રોશ છવાયો હતો અને મનસ્વી રીતે વધારેલ વિઘોટીના દરમાં ઘટાડો કરવામાં આવેની માંગ સાથે  જીલ્લા વિકાસ અધિકારી અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને આવેદનપત્ર આપ્યું હતું.
 
ગુજરાત ભોઈ સમાજ ક્રાંતિ દળ રાજ્ય પ્રભારી નવીનભાઈ ભોઈ, યુવા અધ્યક્ષ જયેશ ભોઈ, ઉત્તર ગુજરાત યુવા અધ્યક્ષ સંજય મેઘા અને સાબરકાંઠા શિંગોડા અને કમળ ઉત્પાદક મંડળીના અધ્યક્ષ કાંતિભાઈ કડિયા અને મહામંત્રી દિનેશ ભાઈ ભોઈ સહીત ભોઈ સમાજના અગ્રણીઓ એ જીલ્લા વિકાસ અધિકારી અનીલ ધામેલીયાને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલ કોરોનાના કપરા સમયમાં લોકોને જીવન નિર્વાહ ચલાવવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગત વર્ષે શીંગોડા અને કમળની ખેતીના વિઘોટીના રૂ.૨૨૦૦ હતા તે ચાલુ સાલે રૂ.૫૦૦૦ કરી દેવામાં આવતા ભોઈ સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાની માંગ સાથે ખેતી કરનાર પર આર્થિક ભારણ વધતા સરકારના નિયમ અનુસાર વિઘોટીનો એકર દીઠ ભાવ વધારો કરવામાં આવેની માંગ સાથે મનસ્વી રીતે કરેલ ભાવ વધારો પરત ખેંચવામાં આવેની ઉગ્ર માંગ કરી હતી.