મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં સામાન્ય બાબતોમાં લોકો એક બીજાના ખૂનના પ્યાસા બન્યા હોય તેમ હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ભિલોડા તાલુકાના હાથીયા ગામના ૭૫ વર્ષીય વૃદ્ધને હત્યારાએ મોતને ઘાટ ઉતારી વૃદ્ધની હત્યા છુપાવવા વૃદ્ધની લાશને રસ્સીથી બાંધી દઈ શામળાજીના મેશ્વો ડેમમાં નાખી ફરાર થઇ ગયો હતો. વૃદ્ધની લાશ પાણીમાં તરતી જોવા મળતા શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથઘારી હતી. 

ભિલોડા તાલુકાના હાથીયા ગામના ૭૫ વર્ષીય ગોવિંદભાઇ મંગળાજી ગામેતી ૫ દિવસ અગાઉ ઘરે થી ગુમ થતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથધરી હતી. ત્યારે મેશ્વો ડેમમાં થી હાથપગ બાંધેલી હાલતમાં લાશ તરતી જોવા મળતા શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક લાશને બહાર કાઢતા તેમના પાસેથી આધારકાર્ડ મળી આવતા પોલીસે ગોવિંદભાઇના પરિવારજનોનો સંપર્ક કરતા તાત્કાલિક પહોંચી ગયા હતા. વૃદ્ધની હત્યા કરાયેલી અને રસ્સીથી મૃતદેહ બાંધેલ જોવા મળતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા. શામળાજી પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી હત્યાનો ગુન્હો નોંધી કાયયદેસરની કાર્યવાહી હાથધરી હતી.