મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ડેપ્યુટી કલેકટરે મહિલા ટીડીઓને મેસેજ અને ફોટા મોકલવા બાબતે થયેલ ફરિયાદ મામલે મહત્વનો વણાંક આવ્યો છે. ગુજરાત નામદાર હાઈ કોર્ટમાં મહિલા અધિકારીએ રૂબરૂ હજાર રહીને ડેપ્યુટી કલેકટર અને તેમની વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું નિવેદન આપી ને ડેપ્યુટી કલેકટર સામેની ફરિયાદો રદ કરવા અરજી કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત હાઈ કોર્ટમાં પ્રત્યક્ષ રીતે હજાર થયેલી આ મહિલા અધિકારીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે ફરિયાદી અને આરોપી ડેપ્યુટી કલેકટર બંનેના ભવિષ્યને જોતા આ બાબતે આગળ કોઈ કાર્યવાહી કરવા નથી માંગતા જેથી કરીને ફરિયાદ રદ કરવામાં આવે આ બાબતે કોર્ટે મહિલા અધિકારીને એ પણ ટકોર કરી હતી કે તેઓ સમજદાર અને શિક્ષિત છે. તેમ છતાં આ તબક્કે તેમને સમાધાન કરવાનું યાદ આવ્યું કારણે તેઓ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 અંતર્ગત નિવેદન નોંધાવી ચુક્યા છે. જેથી મહિલા અધિકારીએ બંધ કવરમાં પોતાનું કોર્ટ સમક્ષ નિવેદન સોંપ્યું છે. આ નિવેદન ને વેરીફાય કર્યા બાદ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ડે. કલેકટર મયંક પટેલ સામે ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે આઇટી એકટ ના ગુના હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.